આજવારોડ ખાતે બંધ મકાનમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી રૂ.10,200ના મતાની ચોરી
અગત્યના દસ્તાવેજો પાનકાર્ડ, આધારકાર્ડ તથા ચૂંટણીકાર્ડ પણ તસ્કરો લઈ ગયા
(પ્રતિનિધિ) વડોદરા તા. 25
શહેરના આજવારોડ ખાતે આવેલા લક્ષ્મીનગરના એક બંધ મકાનને નિશાન બનાવી ઘરમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ રૂ 2,500 મળીને આશરે કુલ રૂ 2,500ના મતાની ચોરી થયા અંગેની બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
શહેરમાં ચોરોનો તરખાટ યથાવત જોવા મળી રહ્યો છે.એક તરફ પહેલગામ આતંકી ઘટના બાદ વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા તમામ પોલીસને સતર્ક કરી પેટ્રોલિંગ વધારવા સૂચના આપી છે જેના પગલે પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવાયું છે સાથે જ દિવસે અને રાત્રે ઠેરઠેર પોલીસ તહેનાત છે છતાં તસ્કરોને કોઇ ખૌફ નથી અને ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે ત્યારે આટલા પોલીસ પેટ્રોલિંગ અને પોલીસની વ્યવસ્થા, શહેરના રોડ રસ્તાઓ પર લાગેલા સીસીટીવી કેમેરા છતાં ચોરીની ઘટના બની છે. શહેરના આજવારોડ ખાતે આવેલા અયોધ્યાનગરની બાજુમાં આવેલા લક્ષ્મીનગરના મકાન નંબર 388 નટવરભાઇ ગોરધનભાઇ રોહિત પોતાના પરિવાર સાથે રહે છે અને ફેબ્રિકેશનમા વેલ્ડિગનુ કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે ગત તા.23 એપ્રિલના રોજ નટવરભાઇ પોતાના પત્ની અને દીકરી સાથે પાદરા તાલુકાના લૂણા ખાતે આવેલા મામા સસરાના ઘરે સાંજે છ વાગ્યે ઘરને તાળું મારીને ગયા હતા બીજા દિવસે એટલે કે તા.24 એપ્રિલના રોજ સવારે સાત વાગ્યે નટવરભાઇ ના મિત્ર રતિલાલ પરમારે ફોન કરીને ઘરના દરવાજાનો નકૂચો તૂટેલો હોવાનું જણાવ્યું હતું જેથી નટવરભાઇ પોતાના પરિવાર સાથે ઘરે પરત ફર્યા હતા ત્યારે ઘરના મુખ્ય દરવાજાનો નકૂચો તૂટેલો હતો અને અંદર ઘરમાં સામાન વેરવિખેર હાલતમાં હતો સાથે લોખંડના કબાટમાં તપાસ કરતાં અંદરથી ડ્રોવરમાથી સોનાની નાની નથણી, ચાંદીનો સિક્કો,ચાદીનૈ કમ્મર જૂડો, ચાંદીની પાયલ, ચાંદીના ગણપતિ મહાલક્ષ્મીની મૂર્તિ, ચાંદીની એક ચેઇન મળીને આશરે 7,700 તથા રોકડ રકમ રૂ 2,500 મળીને આશરે કુલ રૂ 10,200ના મુદામાલની ચોરી સાથે સાથે તસ્કરો અગત્યના દસ્તાવેજો જેમાં આધારકાર્ડ, પાનકાર્ડ તથા ચૂંટણી કાર્ડ પણ લઈ ગયા હોવાની બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.