Charchapatra

આચારસંહિતાનું પાલન થવું જોઇએ પણ થાય છે ખરું?

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થતાં જ ગુજરાત ચૂંટણીઆયોગે ગુજરાતમાં આચારસંહિતા લાગુ કરી દીધી છે અને એ ગાઇડલાઇન અગ્રસર ચૂંટણી પૂરી થાય અને પરિણામો જાહેરાત થાય ત્યાં સુધી ઉચ્ચ પદ અધિકારીઓ જેમકે મેયર, કમિશનર, સ્થાયી સમિતિના ચેરમેન વિગેરે તેમને આપવામાં આવતી ગાડીઓ પરત આપવાની હોય છે. તેમની ઓફીસ અને કેબીન લોક એન્ડ કી કરવામાં આવે છે. તેમના નામની તખ્તીઓ દૂર કરવામાં આવે છે. કોઇ પણ સરકારી યોજનાઓની જાહેરાત કરી શકાય નહીં. ભૂમિપૂજન કે કોઇ પણ જાહેર ઉદ્‌ઘાટનની વિધિમાં ઉચ્ચ પદ અધિકારીઓ જઇ શકે નહીં તેમ જ કોઇપણ પક્ષનો ઉમેદવાર મતદાતાઓને આર્થિક આકર્ષણનું પ્રલોભન આપી શકે નહીં અને કોઇ પણ પક્ષે જાહેર રેલી કાઢવા પો. કમિશનરની પરવાનગી ફરજીયાત લેવી પડે. ઉપરોકત ચુનાવ આયોગે લાગુ પાડેલી આચારસંહિતાનો ભંગ થાય તેના પર એફઆઇઆર નોંધીને ઉમેદવારની ઉમેદવારી પણ રદ થઇ શકે છે. આચારસંહિતાનો યોગ્ય અમલ થવો જોઇએ.
સુરત              – રાજુ રાવલ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

રેપ્યુટેશન
સાંપ્રત સમયમાં રેપ્યુટેશન શબ્દનું ચલણ ચાલે છે. પ્રખ્યાત થવા માનવી યેનકેન પ્રકારે ધમપછાડા કરે છે. ખ્યાતિ માટે માનવી કંઈ પણ કરી છૂટે છે. વળી ધનિક હોય તો બધું સરળ બની જાય એમ કહેવાય છે. જાહેર જીવનમાં કાર્યરત અને નેતૃત્વ કરનારનું રેપ્યુટેશન ચેક કરવું જોઈએ. ક્યાંક એવું વાંચવા મળ્યું, “જાહેરમાં છોકરા-છોકરી બંને એકલાં નહીં બેસી શકે. વર્ગમાં પણ છોકરા-છોકરી એકલાં બેઠાં હોય તો કલાસની રેપ્યુટેશન ખરાબ થાય.” આમ કહેનારાએ પોતાનો વ્યવહાર ચેક કરી લેવો જોઈએ. આજે તો કોણ મોટો? વ્યક્તિની પસંદગીમાં તેનો સ્વભાવ કેવો છે? તેનો અભ્યાસ કરવો જોઈએ. જેનામાં અહમ હોય તેઓએ જાહેર જીવનમાંથી રજા લેવી જોઈએ. જે તે મનાવી પ્રખ્યાત હોય પણ આબરૂ, કીર્તિના નામે વ્યવહાર- મીંડું હોય તો? આચરણથી માણસનું ચારિત્ર્ય મપાય છે. ટૂંકમાં વ્યક્તિનો વ્યવહાર જોવો રહ્યો.  વ્યક્તિના વિચાર, વર્તન અને વ્યવહારમાં યોગ્યતા હોય સાથે નમ્રતા અને માનવતા હોય તેને સાથ-સહકાર આપવામાં આવે તો યોગ્ય પરિણામો આવે, જે સૌને ઉપયોગી બની શકે.
નવસારી – કિશોર આર. ટંડેલ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top