ભ્રષ્ટાચાર ની ગંગોત્રી ગણાતી વડોદરા પાલિકાના અનેક અધિકારી વર્ષોથી એકજ જગ્યા ને વળગી રહ્યા
વડોદરા મહાનગર પાલિકામાં વહીવટીતંત્ર પર ભ્રષ્ટાચારના અજગરે ભરડો લીધો છે. આ કારણોસર આમ જનતામાં સરકાર પ્રત્યે ભારોભાર નારાજગી છે. આ ઉપરાંત ખુદ ભાજપના જ ધારાસભ્ય ‘અધિકારીરાજ’ને પાલવી રહયા છે અને અધિકારીઓ ને લૂંટ ફાટ માટે ખુલ્લી છુંટ આપી દીધી છે. આ પરિસ્થિતી જોતાં આગામી સમયમાં યોજાનારી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે સામે પવન ચાલવું પડે તેવી સ્થિતિ સર્જાય તો નવાઈ નહીં.
પાલિકામાં ફરજ બજાવતા કેટલાય અધિકારીઓ વર્ષો થી એકજ જગ્યા એ અડિંગો જમાઈ ને બેસી રહ્યા છે. અને પોતાના હાથ માં જે ખાતું હોય એમાં ભ્રષ્ટાચાર કરી ખૂબ મોટી રકમો ભેગી કરી છે અને આવા ભ્રષ્ટ અધિકારીને પાલિકાના સત્તાધીશો ધારાસભ્યો નો ટેકો હોય છે જેને કારણે જ મોટા ભ્રષ્ટાચાર કરવા માટે તેઓની હિંમત થતી હોય છે ત્યારે
વડોદરા મહાનગરપાલિકાના આઇટી ડિરેક્ટર મનીષ ભટ્ટ સામે આરટીઆઇ એક્ટીવીસ્ટે પડકાર ફેંક્યો છે
છેલ્લા કેટલા વર્ષોથી એક જ જગ્યાએ ફેવીકોલ લગાવીને બેસી રહેલા વડોદરા મહાનગરપાલિકાના આઈટી ડિરેક્ટર મનીષ ભટ્ટ એ 2017 થી 2022 સુધી સ્માર્ટ સિટીમાં પ્રોજેક્ટ 1000 કરોડનો ભ્રષ્ટાચાર કર્યા હોવાનો આક્ષેપ આરટીઆઇ એક્ટિવિસે કર્યો હતો. આરટીઆઈ એક્ટિવિસ મનીષ ભટ્ટ માટે ગૃહ વિભાગ અને માનવ અધિકારીમાં ફરિયાદ કરી છે મ્યુનિસિપલ કમિશનરને પણ ફરિયાદ કરી છે આ એ જ મનીષ ભટ્ટ છે જેના ઉપર એસીબી દ્વારા તપાસ કરવામાં આવી હતી પરંતુ મનીષ ભટ્ટ પાસે કયો જાદુઈ ચિરાગ છે કે આ એસીબી ની તપાસ માંથી પણ બહાર આવી ગયા.
અગાઉ ભ્રષ્ટાચારમાં ફસાયેલ મનીષ ભટ્ટને ભ્રષ્ટાચાર નો મો છુટતો નથી મનીષ ભટ્ટ પાલિકાના આઇટી વિભાગમાં બોલે છે પરંતુ કોઈને મળવું હોય તે વખતે એ ઓફિસમાં હાજર હોતા પણ નથી કોઈ વ્યક્તિ ફોન કરે તો ફોનનો જવાબ પણ આપતા નથી અને બ્લેક લિસ્ટ માં નાખી દે છે ટૂંક સમયમાં મનીષ પાઠ નો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આરટીઆઇ એક્ટિવિસ ખુલ્લો પાડનાર છે જો યોગ્ય દિશામાં બાહોશ મ્યું. કમિશનર દિલીપ રાણા તપાસ કરે તો મનીષ ભટ્ટ અને તેઓના મળે ત્યાં ખુલ્લા પડી શકે છે.
આઈટી ડિરેક્ટર મનીષ ભટ્ટે 2017 થી 2022 સુધી સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં 1000 કરોડનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ
By
Posted on