Charchapatra

અહો આશ્ચર્યમ્‌!

તા. 22.2.21ની સત્સંગ પૂર્તિ દર વખતની જેમ ખૂબ જ રસપ્રદ રહી, એમાં કુ. દિપીકાબેન શુકલ કે જેઓ ઘણા વર્ષોથી પ્રેસિડન્સી સ્કુલનું આચાર્યપદ શોભાવી રહયા છે એમની જોડેની પ્રશ્નોત્તરી વાંચી. મને એ વાતની નવાઇ લાગી કે તેઓ ભાગવતગીતાના પ્રખર અભ્યાસી છે, છતાં એમના મનમાં પુન: જન્મ અંગે મૂંઝવણ કેમ છે? આનો અર્થ એટલો જ કે તેઓ ગીતાના અભ્યાસુ ખરા પણ ગીતા ઉપર અને ભગવાન કૃષ્ણ ઉપર એમને શ્રધ્ધા નથી. ગીતામાં જ ભગવાને કહયું છે કે હે અર્જુન તારા અને મારા અનેક જન્મો થઇ ગયા છે એ બધા જ મને યાદ છે, પણ તને યાદ નથી. ટુંકમાં કુ. દિપીકા જો ગીતાના સાચા ઉપાસક હોય તો એમને પુન:જન્મ અંગે શંકા હોવી જ ન જોઇએ. બુધ્ધ, જૈન અને સનાતન ધર્મ પુન: જન્મમાં માને છે.
સુરત – ઉપેન્દ્ર વૈષ્ણવ

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top