હાલોલ: માતા અહલ્યા બાઈ હોલકરની 300 મી જન્મ જયંતી નિમિત્તે હાલોલ કંજરી રોડ સ્થિત શ્રી ગણપતિ રિદ્ધિ સિદ્ધિ મંદિર પાસે ખૂબ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા હતા અને હાલોલ મતવિસ્તારના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, મયુર ધ્વજ સિંહ પરમાર હાલોલ શહેરના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ અને હાલોલ શહેરના બીજેપીના પ્રમુખ હરીશભાઈ ભરવાડ, પાલિકાના સર્વ સદસ્યો તથા તમામ અગ્રણીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા. ગણપતિ મંદિરથી હાલોલ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી તાલુકા પંચાયત હાલોલ ખાતે શોભાયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું
મોગલ દ્વારા હિન્દુ ધર્મના મોટા મોટા મંદિરો નો નાશ કરવામાં આવ્યો હતો અને ખંડિત કરવામાં આવ્યા હતા તે સમયે રાજમાતા અહલ્યાબાઈ એ તેમના શાસનકાળમાં કાશીથી સોમનાથ એવા અસંખ્ય મંદિરો તેમને જીર્ણોદ્ધાર કર્યો અને હિન્દુ સંસ્કૃતિને ટકાવી રાખી. આપણા હિન્દુ ધર્મના રક્ષણ માટે ઘણા બધા મંદિરોનો જીર્ણોદ્ધાર કર્યો હતો. રાજમાતા અહલ્યાબાઈએ એક સામાન્ય પરિવારમાં જન્મ લીધો હતો. પરંતુ તેમના વિચારો અને કાર્યો ભારતભરના હિન્દુ હિન્દુઓ ક્યારે ભૂલી શકે તેમ નથી. ત્યારે એમના વિચારો અને કાર્યોને યાદ કરીને સર્વને હિન્દુ ધર્મ માટે જાગૃતિ આપતા વિચારો પ્રદર્શિત કરી માતા અહલ્યાબાઈ હોલકરને પુષ્પાંજલિ અર્પી હતી. એક સંદેશ હિન્દુ સમુદાયમાં દરેકને મળે તે હેતુથી 300 મી જન્મ જયંતી શોભાયાત્રા યોજાઈ હતી . જનજાગૃતિ માટે કર્મ એ જ મહાન છે એવી સમજણ આજરોજ આપવામાં આવી હતી