આજે અલવી બોહરા સમાજમાં હેરિટેજ વૉકનું આયોજન થયું હતું જેમાં હિજરી સન ૧૧૪૦ માં ખોદાયેલા કૂવા ને કઈ રીતે પુનર્જીવિત કર્યો એના પર રસપ્રદ માહિતી આપવામાં આવી હતી
અલવી બોહરા સમાજ ના ૩૪ માં દાઈ એટલે ધર્મગુરુ જેમનું નામ સૈયદના શેહાબુદ્દીન સાહેબ છે એમને તે સમયે કબ્રસ્તાન માં ૭ કુવાઓ ખોદાવ્યા હતા. સમય જતા આજે ફક્ત એકજ કૂવો બાકી છે જે આજથી ૮ વર્ષ પેહલા બંધ પડેલો હતો. આ તે સમય ની વાત છે જ્યારે અહીંયા ગાયકવાડ રાજ ની શરૂઆત થઈ અને મુગલ રાજ નો અંત આવ્યો હતો


હાલના સૈયદના હાતિમ ઝકિયુદ્દીન સાહેબના ફરમાનથી આ કૂવાને પુનર્જીવિત કરવામાં આવ્યો જેનાથી આખા કબ્રસ્તાનમાં એ કૂવાનું પાણી વપરાય છે
કૂવો ૬૦ ફૂટ ઊંડો છે અને જ્યારે કચરો કાઢવાનું કામ ચાલુ થયું ત્યારે ફક્ત ૨૦ ફૂટ પર પાણી નું ઝરણ ચાલુ થઈ ગયું હતું
આજે સમગ્ર અલવી બોહરા જમાઅત ના લોકો આ પાણી ને શિફા નું પાણી માને છે
આ કામ સમાજ ની એક ફેમિલી એ ઉપાડી લીધું જે સફિયુદ્દીન ધોળકાવાળા થી જાણીતી છે
હેરિટેજ વૉક માં હાજર થયેલા સભ્યો એ ઇતિહાસ ની રસપ્રદ હકીકતો જાણી હતી અને પાછો આજ રીતે બીજી વાર વૉક કરવાની વિનંતી કીધી હતી.
આ વૉક રવિવારે ૨૩ નવેમ્બર ના રોજ બપોરે ૦૩:૩૦ વાગે રાખવામાં આવ્યો હતો. ઇતિહાસ અને હેરિટેજ ની જાણકારી મુકાસિર સાહેબ અને ડૉ ભાઈસાહેબે આપી હતી