પરિવાર જમીને ઉપરના માળે ઊંઘવા ગયો ત્યારે ગ્રાઉન્ડ ફોરના મકાનમાં તસ્કરોતા ત્રાટક્યા, સોના ચાંદીના દાગીના અને 2.21લાખ રોકડ
વડોદરા તા.27
શહેરના માંજલપુરના અલ્વાનાકા પાસેની સોસાયટીમાં રહેતા કાયદાના નિષ્ણાત ધારાશાસ્ત્રી પરિવાર સાથે ઉપરના માળે ઊંઘવા ગયા હતા. ત્યારે ગ્રાઉન્ડ ફ્લોરના મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને તિજોરીમાં મુકેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ રૂ. 2.21 લાખ મળી 6.29 લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. વકીલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.
માંજલપુર અલવાનાકા પાસે સોમનાથ નગરમાં રહેતા વિનયકુમાર ગણેશ ખત્રીએ ફરીયાદ નોંધાવી હતી કે હું દિવાળીપુરા કોર્ટમા છેલ્લા 22 વર્ષથી વકીલાત કરૂ છુ. ગત 24 જાન્યુઆરી ના રોજ રાત્રી ના સમયે અમારા ઘરે જમી પરવારી સાથે નીચેના માળે આવેલ મુખ્ય દરવાજાની જાળીને લોક કરીને ઉપરના માળ પર ઊંઘવા માટે ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના નીચેના માળને નિશાન બનાવ્યું હતું.બીજા દિવસે વહેલી સવારના જાગીને હુ મારા ઘરના નીચેના માળે આવ્યો હતો. ત્યારે મુખ્ય દરવાજાની જાળીનો નકુચો તુટેલી હતો. જેથી મેં ઘરમા તપાસ કરતા બેડરૂમનો સરસામાન વેર-વિખેર હાલતમા પડેલો હતો.ત્યારબાદ બેડરૂમમા મુકેલી તીજોરી ચેક કરતા મારા પત્નિએ મુકેલા સોનાના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ ગાયબ હતી. જેથી સોના ચાંદીના દાગીના અને રોકડા રૂ 2.21લાખ મળી 6.29 લાખની ચોરી થયાની જાણ થઈ હતી. વકીલની ફરિયાદના આધારે પોલીસે તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.