*સવારે સાડા અગિયારની આસપાસ શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું બહાર આવ્યું*
*ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો*
(પ્રતિનિધિ) વડોદરા તા. 29
શહેરના પોષ ગણાતા વિસ્તાર અલકાપુરીમા આવેલી સંસ્કૃતિ નામની કપડાની દુકાનમાં સવારે સાડા અગિયાર વાગ્યાની આસપાસના સુમારે અચાનક દુકાનમાં આગ લાગી હતી. સૌ પ્રથમ દુકાન માલિક તથા સ્ટાફ અને આસપાસના લોકોએ ફાયર એક્સ્ટિંગ્યુશરની મદદથી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ પ્રયાસ નિરર્થક સાબિત થતાં આ ઘટના અંગે ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. જેના પગલે વડોદરા ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે સદનશીબે કોઇ ઇજા કે જાનહાનિ થવા પામી ન હતી. દુકાનમાં રહેલ ફર્નિચર આગમાં નાશ પામ્યું હતું સાથે જ થોડું નુકશાન થયું હતું .આગમાં મોટું નુકશાન થતાં બચી ગયું હતું. આગ રાખવાનું કારણ શોર્ટસર્કિટ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચોમાસામાં દિવાલોમાં ભેજ વિગેરેના કારણે શોર્ટસર્કિટના બનાવો બનતા હોય છે.
અલકાપુરીની ‘સંસ્કૃતિ’ નામની કાપડની દુકાનમાં શોર્ટસર્કિટના કારણે આગ, ફર્નિચર સહિતની વસ્તુઓને નુકશાન
By
Posted on