આણંદ : અમેરિકામાં વસતા ભારતીય મૂળની 24 પ્રતિભાશાળી મહિલાઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં ચરોતરની મહિલાઓનો પણ સમાવેશ થયો હતો. સામાજિક, શૈક્ષણિક અને વ્યવસાય ઉપરાંત વિવિધ ક્ષેત્રો કાર્યરત આ મહિલાઓનો સ્ટેપ ટૂ સ્ટેપ ઇન્ક, ઇન્ડો અમેરિકન કલચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકા તથા લેબોન હોસ્પિટાલિટી ગ્રુપ દ્વારા સન્માન સમારોહ નું આયોજન થયું હતું.
અમેરિકામાં અશોકચક્ર થીમ ઉપર 24 વિવિધ ક્ષેત્રની પ્રતિભાસંપન્ન અને સફળ નારીઓના સમ્માનનો સમારોહ યોજાયો હતો. ભારતીય નારીએ વિદેશમાં કરેલી પ્રગતિ રાષ્ટ્રના સ્વાભિમાનને ગૌરવ અપાવનારું છે. આજની આધુનિક નારીએ તેની આસપાસની નબળાઈઓને દૂર કરી મજબૂત પ્રગતિ કરી સમાજ અને કુટુંબ અને રાષ્ટ્રનું ગૌરવ બનવા પયાસ રત છે. સાહસ, પરિપક્વતા, સહિષ્ણુતા તથા મક્કમ નિર્ધારના કારણે તેણે દેશ અને વિદેશની ધરતી ઉપર પોતાની વિશેષ ઓળખ ઊભી કરી છે, જેમાં તે સાહસિક પરિપક્વ, સહિષ્ણુ તથા મજબૂત આકાંક્ષાઓ ધરાવનારી મહિલાના રૃપમાં બહાર આવી છે. તેણે પોતાની સમજદારી અને વિવેક બુદ્ધિથી પોતાની અલગ ઓળખ બનાવી છે.
ભારતીય સમાજ જ્યાં જાય ત્યાં ભારતીયતાનો ધ્વજ લહેરાવે છે.ભારતીય સ્ત્રી તેના વેશ, આભૂષણ અને સંસ્કાર વારસાને સચવી પરદેશ ની અધુનિકતાને પણ અપનાવી સમ્માનનીય પ્રગતિ સાધી રહી છે.વિદેશની ધરતી ઉપર ભારતીય સ્ત્રી ની પ્રગતિ ,હોંશિયારી ,સાહસ ,અને કર્મશીલતાને સમ્માનવા માં આવ્યા છે. અમેરિકામાં આ વર્ષે સૌપ્રથમવાર ભારતના ગૌરવસમાં અશોકચક્રના 24 રાઓની થીમ પર મૂળ ભારતીય મહિલાઓને સન્માન કરવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો. કેલિફોર્નિયા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સ્ટેપ ટૂ સ્ટેપ ઇન્કના વાસુ પવાર, ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકાના પરિમલ શાહ તથા લેબોન હોસ્પિટાલિટી ગ્રૂપ યોગી પટેલ દ્વારા આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં સેરિટોઝ કોલેજના ચેરપર્સને નોઝિયા યહિયાં ડાયરેક્ટર કેરોલ ખેઝ, ડાઉગ થોમસન, જીગ્નેશ મહેતા, અનિલ દેસાઇ, એક ફિન્નેલ તથા ઓનેસ્ટ રેસ્ટોરન્ટના કૌશિક પટેલએ વિશેષ હાજરી આપી હતી.
સન્માન સમારોહમાં સંબોધન કરતાં વાસુ પવારે જણાવ્યું હતું કે, આપણી ભારતીય મહિલા વિશેષોને સન્માન કરતાં અમે આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. પરિમલ શાહે જણાવ્યું હતું કે, વિદેશની ધરતી પર ભારતીય મહિલાઓની સાહસિક્તાને સન્માનવાનો આ પ્રસંગ એક યાદગાર અવસર બન્યો છે.