Vadodara

અમદાવાદ-વડોદરા એક્સપ્રે-વે પર અકસ્માતો ઘટાડવા રમ્બલ સ્ટ્રિપ મુકાશે

સ્ટ્રીપ્સ લગભગ 7 થી 8 મીમી પહોળી છે અને એક ચોક્કસ અંતરે તેને રાખવામાં આવશે

( પ્રતિનિધિ ) વડોદરા તા.23

અમદાવાદ વડોદરા હાઈવે પર બેફામ ચાલતા વ્હિકલ્સ અને અકસ્માતોના કિસ્સા વધ્યા માંડયા છે. જેના પગલે હવે જે પાર્કિંગ લેન બનાવાઈ છે, તેને રમ્બલ સ્ટ્રિપ્સથી કવર કરવા માટેનો નિર્ણય લેવાશે. વડોદરા એક્સપ્રે વે પર આ પ્રમાણે પાર્કિંગ લેનથી ઓવરટેક કરવાનાં કિસ્સાઓ વધી ગયા હતા. જેના પગલે આ મોટો નિર્ણય લેવાયો છે. જેથી અકસ્માત ટાળી શકાય.

વડોદરા અમદાવાદ એક્સપ્રેસ-વે પર 10 ના ગમખ્વાર મોત બાદ તંત્ર આવ્યું હરકતમાં

અમદાવાદ – વડોદરા એક્સપ્રેસ-વે પર એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં 10 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો હતો. આ દુર્ઘટના આખા રાજ્યમાં ચર્ચિત રહી હતી જેમાં એક લાઈટ યુટિલિટી વ્હિલકની ઓઈલ ટેન્કર સાથેની ભયાનક ટક્કર થઈ હતી. ઉલ્લેખનીય છે કે વડોદરા એક્સપ્રેસ-વે પરનો આ પહેલો અકસ્માત નથી અહીં છેલ્લા ઘણા સમયથી દુર્ઘટનાઓ બનતી રહે છે. આ ઘટનાઓએ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાને આખા એક્સપ્રેસવે પરની જે પાર્કિંગ લેન છે. એની બંને બાજુએ રમ્બલ સ્ટ્રીપ્સ ઈન્સ્ટોલ કરવા માટે વિચારણા કરવા માટે પ્રેરિત કરી દીધા છે.આના કારણે ફૂલ સ્પીડે ચાલતા વ્હિકલ, ખાસ કરીને કાર અને એસયુવીને પાર્કિંગ લેનથી ઓવરટેક કરવાની તક નહીં મળે. આ જે નિર્ણય લેવાયો છે, તે ઘણા અકસ્માતોના વીડિયો ફૂટેજ જોયા બાદ લેવામાં આવ્યો છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના કહ્યા મુજબ આખા 93.1 કિમીના એક્સપ્રેસવે પર આને મૂકવામાં આવશે. આ સ્ટ્રીપ્સ લગભગ 7 થી 8 મીમી પહોળી છે અને એક ચોક્કસ અંતરે તેને રાખવામાં આવશે. જેથી કરીને ઓવરટેક કરવા માટે આ લેનનો ઉપયોગ ન થાય અને બાદમાં કોઈ અકસ્માત થવાની સંભાવના પણ ઘટી જાય.

Most Popular

To Top