નવસારી હવે મહાનગર પાલિકા બન્યું છે. આથી આસપાસનાં ગામોનો નવસારી સાથેનો સંપર્ક વધુ હોય એ સમજી શકાય એમ છે. છતાં નવસારીની આસપાસનાં ગામો માટે દાયકાઓથી એક વિકસિત નગર તરીકે ખરીદી માટેનું મહત્ત્વનું કેન્દ્ર રહ્યું છે. એક સમય હતો, જ્યારે સુપા પરગણા તરીકે ઓળખાતો વિસ્તાર એક છેડે ઈટાળવાથી શરૂ થતો હતો. જ્યારે બીજા છેડે કુંભાર ફળિયાએ પૂરો થતો હતો. એ કુંભાર ફળિયાના વગડાને અડીને આવેલું ગામ એટલે ભુલા ફળિયા. કદાચ વર્ષો પહેલાં કોઈ ભુલાભાઈ નામની વ્યક્તિ ગામમાં થઈ ગઈ હશે અને તેમની સ્મૃતિમાં જ આ ગામનું નામ ભુલા ફળિયા રખાયું હોય એમ લાગે છે. જો કે, નવસારી તાલુકા પંચાયતમાં લાગેલી આગને કારણે ભુલા ફળિયાનો ઈતિહાસ પણ તેમાં ખાખ થઈ ગયો હતો. એ પછી અત્યારે જે કોઈ ઇતિહાસ કહેવાય છે, એ તમામ વાતો લોકવાયકાને આધારે જ કે જૂની પેઢીના લોકોના મોઢે સાંભળેલી વાતો પરથી સંગ્રહાયેલો છે. હવે નવી વસતી ગણતરી શરૂ થશે. જૂની વસતી ગણતરીના અંદાજ સાથે ગામની વસતી 2500ની હોવાનો અંદાજ છે. ગામના પહેલા વસાહતીઓ કોળી પટેલ હોવાનું મનાય છે. આજે તો કોળી પટેલ, ઉપરાંત હળપતિઓ અને આહિરો પણ ગામમાં વસે છે. નવસારી શહેરને અડીને આવેલું હોવાને કારણે પણ ગામમાં વિકાસની ભૂખ જાગી છે. એ ભૂખને સારા નેતૃત્વએ દિશા આપી છે અને એ કારણે જ આજે ગામમાં વિકાસનાં મીઠાં ફળ ચાખવા મળી રહ્યાં છે. ગામના લોકો પહેલાં ખેતી ઉપર જ નિર્ભર હતા. એ સાથે પશુપાલન પણ કરતા હતા. જો કે, આજે શિક્ષણ મેળવી નોકરી કરનારાઓ પણ ગામમાં મોટી સંખ્યામાં છે. મોટા ભાગના લોકોએ ખેતી તથા પશુપાલન વ્યવસાય પણ ચાલુ રાખ્યા છે, ત્યારે દૂધ ઉત્પાદક મંડળી અહીં પશુપાલકો માટે આશીર્વાદરૂપ થઇ છે. દૂધમંડળીનાં પ્રમુખ તરીકે જાગૃતિબેન ગીરીશભાઈ પટેલ કાર્યભાર સંભાળે છે. દૂધમંડળીના પ્રમુખ અને સરપંચ બંને મહિલા છે, ત્યારે મહિલા સશક્તિકરણમાં ગામ અગ્રેસર છે, તેનો પુરાવો મળે છે. એ ઉપરાંત અષ્ટગામ સેવા સહકારી મંડળીની શાખા પણ આવેલી છે. ભુલા ફળિયા ગામ એટલે પ્રેમ, પ્રગતિ, પુરુષાર્થ, સહકાર અને શાંતિવાળું ગામ. ગામમાં વિકાસ ઊડીને આંખે વળગે એવો છે. પૂર્વ સરપંચ મુકેશભાઇ પટેલના નેતૃત્વ હેઠળ વિકાસનાં ઘણાં કામો થયાં છે. તેઓ બે ટર્મ સરપંચ તરીકે પણ રહ્યા છે ને નવસારી પૂર્વ વિભાગ કોળી સમાજના ડિરેક્ટર પણ છે. તેઓ ગામના વિકાસમાં અવિરત સક્રિય રહેતા હોવાને કારણે ગામમાં વિકાસ જોવા મળે છે. ગામના રસ્તા સારા બની ગયા છે, તો ડ્રેનેજની પણ સારી સુવિધા છે. સ્મશાનભૂમિ પણ નવી બની ગઇ છે, તો સ્ટ્રીટલાઇટની સુવિધાને કારણે રાત્રે પણ ગામમાં સુવિધા રહે છે. પાણી પુરવઠાની યોજના પણ કાર્યરત છે અને તેને કારણે ગામમાં નળ સે જળની યોજના ફળીભૂત થઇ છે. હળપતિવાસમાં મિનરલ વોટર પ્લાન્ટ પણ છે, તેના કારણે પાણીથી થતા રોગો ઉપર નિયંત્રણ મૂકવાનું સરળ બન્યું છે. ગામના લોકોની શિક્ષણભૂખ સંતોષવા માટે ત્રણ આંગણવાડીઓ ચાલે છે, તો એક પ્રાથમિક શાળા પણ છે, જેમાં હાલમાં ૧૩૬ જેટલાં બાળકો અભ્યાસ કરી રહ્યાં છે. આ સાથે જ શાળામાં બાળકો માટે રમતગમતનાં સાધનો પણ વસાવવામાં આવ્યાં છે. બોર્ડિંગ ખાતે હાઇસ્કૂલ પણ છે. ઉપરાંત નવસારી નજીક હોવાને કારણે શિક્ષણની સુવિધા નવસારીમાં સારી મળી રહે છે, તેનો પણ લાભ નવી પેઢીને મળી રહ્યો છે. સુપા બોર્ડિંગ હાઇસ્કૂલ છાત્રાલય સાથેની સ્કૂલ છે. તેની શિક્ષણ ગુણવત્તાની સાથે સાથે તેનું શિસ્ત પણ જાણીતું છે.
ભુલા ફળિયા ગામમાં વિકાસનાં વિવિધ કામો ભુલા ફળિયા ગામમાં પાકા રસ્તા, બ્લોક પેવિંગ, વરસાદી ગટર અને સ્ટ્રીટ લાઈટનાં કામો કરવામાં આવ્યાં છે. ગ્રામ પંચાયતમાં દર વર્ષે અંદાજે 2.5 લાખનો વેરો જમા થાય છે. વેરાથી થતી આવકમાંથી ગ્રામ પંચાયત ગામમાં સાફસફાઈ, લાઈટ્સનું મેઇન્ટેનન્સ સહિતનાં કામો કરાવે છે. આ સિવાય મનરેગા હેઠળ ગામની સરકારી મિલકતમાં કેટર્સ અને વોટર હાર્વેસ્ટિંગનું કામ કરવામાં આવ્યું છે. સીસીટીવી કેમેરા દ્વારા ગામને સુરક્ષા આપવાની દિશામાં પણ ચક્રો ગતિમાન છે. ઉપરાંત ગામના લોકોને પૂરતું પાણી મળે રહે એ માટે પાણી પુરવઠાની યોજના પણ છે. ગ્રામ પંચાયત દ્વારા એક ૧૦ લાખ લીટરની પાણીની ટાંકી અને એક 5 લાખ લીટરની પાણીની ટાંકી બનાવાઈ છે, જે ગામમાં પાણી પૂરું પાડે છે. ઉપરાંત પાણીના સ્ત્રોતો તરીકે ગામમાં 20 હેન્ડ પંપ અને 8 બોરિંગ થયા છે. તળાવ પણ પાણીનો મોટો સ્ત્રોત છે. ખેતી અને પશુપાલન માટે તળાવનું પાણી ખૂબ જ ઉપયોગી છે.
ગામના 20થી 30 ટકા લોકો વિદેશમાં વસે છે ગામના 20થી 30 ટકા લોકો આફ્રિકા, કેનેડા, અમેરિકા, ઇગ્લેન્ડ જેવા દેશોમાં જઈ વસ્યા છે. વિદેશમાં વસનારાઓ પણ ગામનું ઋણ અદા કરવાનું ચૂકતા નથી. વિદેશમાં રહેતા ગામવાસીઓ ગામના વિકાસ માટે પોતાનો ફાળો નોંધાવતા રહ્યા છે. ગામમાં સ્મશાનભૂમિ બનાવવા, મંદિર બનાવવા કે અન્ય વિકાસનાં કામો માટે વિદેશમાં વસનારાઓ સહાય કરતા રહ્યા છે. આઝાદી કાળથી જ અનેક સાહસિકો વિદેશ પહોંચ્યા હતા. એ સમયે આફ્રિકા ઘણું જાણીતું હતું. ભુલા ફળિયામાંથી પણ વિદેશ જનારાઓમાં પહેલાં આફ્રિકા જ ગયેલા હતા. આજે પણ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, કેનેડા અને અમેરિકા જેવા અનેક દેશોમાં ભુલા ફળિયાના લોકો વસે છે.
લીલીની ખેતીથી કમાણી સારી
ભુલા ફળિયા ગામમાં આજે પણ પરિવારોએ ખેતી છોડી નથી. નવી પેઢી નોકરી કરતી થઈ છે, પણ જૂની પેઢી હજુ ખેતી સાથે સંકળાયેલી છે. નવી પેઢીમાંથી પણ ઘણા રજાઓમાં ખેતીમાં કામ કરતા જોવા મળે છે. સિંચાઈની સુવિધા હોવાને કારણે ખેતી સારી રીતે થઈ પણ શકે છે. એ ખરું કે ગામલોકો મહદ્ અંશે કેરી, ચીકુ અને શેરડી જેવા રોકડિયા પાક તથા પરંપરાગત ડાંગરની ખેતી કરે છે. હવે કેટલાય ખેડૂતો ફૂલોની ખેતી પણ કરતા થયા છે. ફૂલોની ખેતીમાં સારી આવક થાય છે. ખાસ કરીને લીલીનાં ફૂલોની માંગ મુંબઈ સુધી હોય છે. એ કારણે લીલીની ખેતી પણ મોટા પ્રમાણમાં થાય છે. એ ઉપરાંત પૌંઆ મિલ પણ આવેલી હોવાને કારણે કેટલાય લોકો એમાં રોજગારી મેળવે છે. કેટલાક યુવાનો નવસારી અને સુરતની ડાયમંડ અને અન્ય કંપનીઓમાં કામ કરે છે. મહિલા સશક્તિકરણના જમાનામાં પણ ભુલા ફળિયાની મહિલાઓ પણ આત્મનિર્ભર થઈને પરિવારને ટેકો આપતી થઈ છે. મહિલાઓ ઘરે બેસી સાડી ભરવાનું, પાપડ બનાવવાનું કે અથાણું બનાવીને તેના વેચાણથી આવક મેળવતી થઈ છે. ઉપરાંત મનરેગા યોજના પણ કેટલાક લોકોને રોજગારી આપે છે.
ગામમાં જવા માટે બસની સુવિધા નથી! ભુલા ફળિયું ગામ નવસારીના સીમાડે હાઈવે ઉપર આવેલું છે. જો કે, હાઈવેથી ગામ એકાદ કિલોમીટર અંદર આવેલું છે. પરંતુ બસ સેવા ફક્ત હાઈવે સુધીની જ મળે છે. એ માટે મુસાફરી માટે લોકોએ બસ પકડવા માટે હાઈવે સુધી જવું પડે છે. જો કે, યુવાનો નોકરી માટે જતા હોય, ત્યારે તેઓ ખાનગી વાહનો લઈને જ જાય છે. એ કારણે વાહનોનું ચલણ વધી ગયું છે.
ગામમાં જવા માટે બસની સુવિધા નથી! ભુલા ફળિયું ગામ નવસારીના સીમાડે હાઈવે ઉપર આવેલું છે. જો કે, હાઈવેથી ગામ એકાદ કિલોમીટર અંદર આવેલું છે. પરંતુ બસ સેવા ફક્ત હાઈવે સુધીની જ મળે છે. એ માટે મુસાફરી માટે લોકોએ બસ પકડવા માટે હાઈવે સુધી જવું પડે છે. જો કે, યુવાનો નોકરી માટે જતા હોય, ત્યારે તેઓ ખાનગી વાહનો લઈને જ જાય છે. એ કારણે વાહનોનું ચલણ વધી ગયું છે.
નવસારી હવે મહાનગર પાલિકા બન્યું છે. આથી આસપાસનાં ગામોનો નવસારી સાથેનો સંપર્ક વધુ હોય એ સમજી શકાય એમ છે. છતાં નવસારીની આસપાસનાં ગામો માટે દાયકાઓથી એક વિકસિત નગર તરીકે ખરીદી માટેનું મહત્ત્વનું કેન્દ્ર રહ્યું છે. એક સમય હતો, જ્યારે સુપા પરગણા તરીકે ઓળખાતો વિસ્તાર એક છેડે ઈટાળવાથી શરૂ થતો હતો. જ્યારે બીજા છેડે કુંભાર ફળિયાએ પૂરો થતો હતો. એ કુંભાર ફળિયાના વગડાને અડીને આવેલું ગામ એટલે ભુલા ફળિયા. કદાચ વર્ષો પહેલાં કોઈ ભુલાભાઈ નામની વ્યક્તિ ગામમાં થઈ ગઈ હશે અને તેમની સ્મૃતિમાં જ આ ગામનું નામ ભુલા ફળિયા રખાયું હોય એમ લાગે છે. જો કે, નવસારી તાલુકા પંચાયતમાં લાગેલી આગને કારણે ભુલા ફળિયાનો ઈતિહાસ પણ તેમાં ખાખ થઈ ગયો હતો. એ પછી અત્યારે જે કોઈ ઇતિહાસ કહેવાય છે, એ તમામ વાતો લોકવાયકાને આધારે જ કે જૂની પેઢીના લોકોના મોઢે સાંભળેલી વાતો પરથી સંગ્રહાયેલો છે. હવે નવી વસતી ગણતરી શરૂ થશે. જૂની વસતી ગણતરીના અંદાજ સાથે ગામની વસતી 2500ની હોવાનો અંદાજ છે. ગામના પહેલા વસાહતીઓ કોળી પટેલ હોવાનું મનાય છે. આજે તો કોળી પટેલ, ઉપરાંત હળપતિઓ અને આહિરો પણ ગામમાં વસે છે. નવસારી શહેરને અડીને આવેલું હોવાને કારણે પણ ગામમાં વિકાસની ભૂખ જાગી છે. એ ભૂખને સારા નેતૃત્વએ દિશા આપી છે અને એ કારણે જ આજે ગામમાં વિકાસનાં મીઠાં ફળ ચાખવા મળી રહ્યાં છે. ગામના લોકો પહેલાં ખેતી ઉપર જ નિર્ભર હતા. એ સાથે પશુપાલન પણ કરતા હતા. જો કે, આજે શિક્ષણ મેળવી નોકરી કરનારાઓ પણ ગામમાં મોટી સંખ્યામાં છે. મોટા ભાગના લોકોએ ખેતી તથા પશુપાલન વ્યવસાય પણ ચાલુ રાખ્યા છે, ત્યારે દૂધ ઉત્પાદક મંડળી અહીં પશુપાલકો માટે આશીર્વાદરૂપ થઇ છે. દૂધમંડળીનાં પ્રમુખ તરીકે જાગૃતિબેન ગીરીશભાઈ પટેલ કાર્યભાર સંભાળે છે. દૂધમંડળીના પ્રમુખ અને સરપંચ બંને મહિલા છે, ત્યારે મહિલા સશક્તિકરણમાં ગામ અગ્રેસર છે, તેનો પુરાવો મળે છે. એ ઉપરાંત અષ્ટગામ સેવા સહકારી મંડળીની શાખા પણ આવેલી છે. ભુલા ફળિયા ગામ એટલે પ્રેમ, પ્રગતિ, પુરુષાર્થ, સહકાર અને શાંતિવાળું ગામ. ગામમાં વિકાસ ઊડીને આંખે વળગે એવો છે. પૂર્વ સરપંચ મુકેશભાઇ પટેલના નેતૃત્વ હેઠળ વિકાસનાં ઘણાં કામો થયાં છે. તેઓ બે ટર્મ સરપંચ તરીકે પણ રહ્યા છે ને નવસારી પૂર્વ વિભાગ કોળી સમાજના ડિરેક્ટર પણ છે. તેઓ ગામના વિકાસમાં અવિરત સક્રિય રહેતા હોવાને કારણે ગામમાં વિકાસ જોવા મળે છે. ગામના રસ્તા સારા બની ગયા છે, તો ડ્રેનેજની પણ સારી સુવિધા છે. સ્મશાનભૂમિ પણ નવી બની ગઇ છે, તો સ્ટ્રીટલાઇટની સુવિધાને કારણે રાત્રે પણ ગામમાં સુવિધા રહે છે. પાણી પુરવઠાની યોજના પણ કાર્યરત છે અને તેને કારણે ગામમાં નળ સે જળની યોજના ફળીભૂત થઇ છે. હળપતિવાસમાં મિનરલ વોટર પ્લાન્ટ પણ છે, તેના કારણે પાણીથી થતા રોગો ઉપર નિયંત્રણ મૂકવાનું સરળ બન્યું છે. ગામના લોકોની શિક્ષણભૂખ સંતોષવા માટે ત્રણ આંગણવાડીઓ ચાલે છે, તો એક પ્રાથમિક શાળા પણ છે, જેમાં હાલમાં ૧૩૬ જેટલાં બાળકો અભ્યાસ કરી રહ્યાં છે. આ સાથે જ શાળામાં બાળકો માટે રમતગમતનાં સાધનો પણ વસાવવામાં આવ્યાં છે. બોર્ડિંગ ખાતે હાઇસ્કૂલ પણ છે. ઉપરાંત નવસારી નજીક હોવાને કારણે શિક્ષણની સુવિધા નવસારીમાં સારી મળી રહે છે, તેનો પણ લાભ નવી પેઢીને મળી રહ્યો છે. સુપા બોર્ડિંગ હાઇસ્કૂલ છાત્રાલય સાથેની સ્કૂલ છે. તેની શિક્ષણ ગુણવત્તાની સાથે સાથે તેનું શિસ્ત પણ જાણીતું છે.
ભુલા ફળિયા ગામમાં વિકાસનાં વિવિધ કામો
ભુલા ફળિયા ગામમાં પાકા રસ્તા, બ્લોક પેવિંગ, વરસાદી ગટર અને સ્ટ્રીટ લાઈટનાં કામો કરવામાં આવ્યાં છે. ગ્રામ પંચાયતમાં દર વર્ષે અંદાજે 2.5 લાખનો વેરો જમા થાય છે. વેરાથી થતી આવકમાંથી ગ્રામ પંચાયત ગામમાં સાફસફાઈ, લાઈટ્સનું મેઇન્ટેનન્સ સહિતનાં કામો કરાવે છે. આ સિવાય મનરેગા હેઠળ ગામની સરકારી મિલકતમાં કેટર્સ અને વોટર હાર્વેસ્ટિંગનું કામ કરવામાં આવ્યું છે. સીસીટીવી કેમેરા દ્વારા ગામને સુરક્ષા આપવાની દિશામાં પણ ચક્રો ગતિમાન છે. ઉપરાંત ગામના લોકોને પૂરતું પાણી મળે રહે એ માટે પાણી પુરવઠાની યોજના પણ છે. ગ્રામ પંચાયત દ્વારા એક ૧૦ લાખ લીટરની પાણીની ટાંકી અને એક 5 લાખ લીટરની પાણીની ટાંકી બનાવાઈ છે, જે ગામમાં પાણી પૂરું પાડે છે. ઉપરાંત પાણીના સ્ત્રોતો તરીકે ગામમાં 20 હેન્ડ પંપ અને 8 બોરિંગ થયા છે. તળાવ પણ પાણીનો મોટો સ્ત્રોત છે. ખેતી અને પશુપાલન માટે તળાવનું પાણી ખૂબ જ ઉપયોગી છે.
ગામના 20થી 30 ટકા લોકો વિદેશમાં વસે છે
ગામના 20થી 30 ટકા લોકો આફ્રિકા, કેનેડા, અમેરિકા, ઇગ્લેન્ડ જેવા દેશોમાં જઈ વસ્યા છે. વિદેશમાં વસનારાઓ પણ ગામનું ઋણ અદા કરવાનું ચૂકતા નથી. વિદેશમાં રહેતા ગામવાસીઓ ગામના વિકાસ માટે પોતાનો ફાળો નોંધાવતા રહ્યા છે. ગામમાં સ્મશાનભૂમિ બનાવવા, મંદિર બનાવવા કે અન્ય વિકાસનાં કામો માટે વિદેશમાં વસનારાઓ સહાય કરતા રહ્યા છે. આઝાદી કાળથી જ અનેક સાહસિકો વિદેશ પહોંચ્યા હતા. એ સમયે આફ્રિકા ઘણું જાણીતું હતું. ભુલા ફળિયામાંથી પણ વિદેશ જનારાઓમાં પહેલાં આફ્રિકા જ ગયેલા હતા. આજે પણ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, કેનેડા અને અમેરિકા જેવા અનેક દેશોમાં ભુલા ફળિયાના લોકો વસે છે.
લીલીની ખેતીથી કમાણી સારી
ભુલા ફળિયા ગામમાં આજે પણ પરિવારોએ ખેતી છોડી નથી. નવી પેઢી નોકરી કરતી થઈ છે, પણ જૂની પેઢી હજુ ખેતી સાથે સંકળાયેલી છે. નવી પેઢીમાંથી પણ ઘણા રજાઓમાં ખેતીમાં કામ કરતા જોવા મળે છે. સિંચાઈની સુવિધા હોવાને કારણે ખેતી સારી રીતે થઈ પણ શકે છે. એ ખરું કે ગામલોકો મહદ્ અંશે કેરી, ચીકુ અને શેરડી જેવા રોકડિયા પાક તથા પરંપરાગત ડાંગરની ખેતી કરે છે. હવે કેટલાય ખેડૂતો ફૂલોની ખેતી પણ કરતા થયા છે. ફૂલોની ખેતીમાં સારી આવક થાય છે. ખાસ કરીને લીલીનાં ફૂલોની માંગ મુંબઈ સુધી હોય છે. એ કારણે લીલીની ખેતી પણ મોટા પ્રમાણમાં થાય છે. એ ઉપરાંત પૌંઆ મિલ પણ આવેલી હોવાને કારણે કેટલાય લોકો એમાં રોજગારી મેળવે છે. કેટલાક યુવાનો નવસારી અને સુરતની ડાયમંડ અને અન્ય કંપનીઓમાં કામ કરે છે. મહિલા સશક્તિકરણના જમાનામાં પણ ભુલા ફળિયાની મહિલાઓ પણ આત્મનિર્ભર થઈને પરિવારને ટેકો આપતી થઈ છે. મહિલાઓ ઘરે બેસી સાડી ભરવાનું, પાપડ બનાવવાનું કે અથાણું બનાવીને તેના વેચાણથી આવક મેળવતી થઈ છે. ઉપરાંત મનરેગા યોજના પણ કેટલાક લોકોને રોજગારી આપે છે.
ગામમાં જવા માટે બસની સુવિધા નથી!
ભુલા ફળિયું ગામ નવસારીના સીમાડે હાઈવે ઉપર આવેલું છે. જો કે, હાઈવેથી ગામ એકાદ કિલોમીટર અંદર આવેલું છે. પરંતુ બસ સેવા ફક્ત હાઈવે સુધીની જ મળે છે. એ માટે મુસાફરી માટે લોકોએ બસ પકડવા માટે હાઈવે સુધી જવું પડે છે. જો કે, યુવાનો નોકરી માટે જતા હોય, ત્યારે તેઓ ખાનગી વાહનો લઈને જ જાય છે. એ કારણે વાહનોનું ચલણ વધી ગયું છે.