Vadodara

અભિનવ ગોલ્ડ ઇન્ટરનેશનલ પ્રા.લી.કં.ની સ્કીમોમા નાણાં રોકાણ કરાવી નાગરીકો પાસેથી 71 લાખથી વધુની છેતરપિંડી કરનાર ઝડપાયો



*પોલીસ ધરપકડથી બચવા છેલ્લા 13 વર્ષથી નાસતા ફરતા આરોપીને વડોદરા શહેર ક્રાઇમબ્રાન્ચે અમદાવાદથી શોધી કાઢ્યો*



વડોદરા શહેરના રાવપુરા તેમજ રેસકોર્ષ ખાતે અભિનવ ગોલ્ડ ઇન્ટરનેશનલ પ્રા. લી.ની તેમજ જયરાજ એસોસિએશન નામની ઓફીસ અને અભિનવ ગોલ્ડ ઇન્ટરનેશનલ માર્કેટીંગ ગોલ્ડ શો રૂમ ખોલી અભિનવ ગોલ્ડ ઇન્ટરનેશન પ્રા.લી કંપનીના લાયસન્સ ટ્રેડમાર્ક, રજીસ્ટ્રેશન શોપ એન્ડ એસ્ટાબ્લિસમેન્ટ સિક્યુરીટી ડિપોઝીટ તદઉપરાંત આ કંપની દુબઈ ખાતે કોર્પોરેટ રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ ધરાવતી હોવાનું જણાવી નાણાં રોકવા પ્રેરીત કરી જુદી જુદી સ્કીમો અને ગોલ્ડ શો રૂમ કાર્યરત કરી લોકોને આકર્ષવા સેમીનારો યોજી મેમ્બરોના નાણાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવડાવી ડીડી અથવા કંપનીના બેન્ક એકાઉન્ટમાં નાણાં ભરાવી તા.28-10-2010 થી જુલાઇ 2011 દરમ્યાન કુલ 228જેટલા મેમ્બરો પાસેથી રૂપિયા 71,22,808 ની રકમ કઢાવી લઇ સ્કીમમાં જણાવ્યા પ્રમાણે ફરીયાદી તથા મેમ્બરોને વળતર નહી આપી કંપનીની બ્રાન્ચ ઓફીસો તથા ગોલ્ડ શોરૂમ બંધ કરી વિશ્વાસધાત અને ઠગાઇ કરી છેલ્લા 13 વર્ષોથી પોલીસ ધરપકડથી બચવા ભાગતા ફરતા આરોપીને વડોદરા શહેર ક્રાઇમબ્રાન્ચે અમદાવાદ શહેરના નવા વાડજ ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ -2012માં વડોદરા શહેરના ડી.સી.બી.પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ગુના મુજબ અભિનવ ગોલ્ડ ઇન્ટરનેશનલ માર્કેટીંગ લીમીટેડના ડાયરેકટર એમ.ડી બીરલા, અનિલ બીરલા અને સંજય બીરલા ત્રણેય રહે. માંડલ ભીલવાડા રાજસ્થાન તથા તેમના મળતીયાનાઓએ એકબીજાના મેળાપીપણામાં આમ જનતા પાસેથી માતબર નાણાં પડાવી લેવાનુ ગુનાઇત ષડયંત્ર રચી “અભિનવ ગોલ્ડ ઇન્ટરનેશનલ પ્રા.લી” નામની કંપનીના નેજા હેઠળ વિવિધ પ્રકારની સ્કીમોમા નાણાં રોકાણ કરવા, મેમ્બર બનાવવા જુદી જુદી સ્કીમો અમલમા મુકી વડોદરા શહેરના રાવપુરા તેમજ રેસકોર્ષ ખાતે ‘અભિનવ ગોલ્ડ ઇન્ટરનેશનલ પ્રા. લી.’ની ઓફીસ તેમજ જયરાજ એસોસસિએશન નામની ઓફીસ અને અભિનવ ગોલ્ડ ઇન્ટરનેશનલ માર્કેટીંગ ગોલ્ડ શો રૂમ ખોલી અભિનવ ગોલ્ડ
ઇન્ટરનેશન પ્રા.લી કંપનીના લાયસન્સ ટ્રેડમાર્ક, રજીસ્ટ્રેશન શોપ એન્ડ એસ્ટાબ્લિસમેન્ટ સિક્યુરીટી ડિપોઝીટ તદઉપરાંત આ કંપની દુબઈ ખાતે કોર્પોરેટ રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ ધરાવતી હોવાનું જણાવી નાણાં રોકવા પ્રેરીત કરી જુદી જુદી સ્કીમો અને ગોલ્ડ શો રૂમ કાર્યરત કરી જનતાને આકર્ષવા સેમિનારો યોજી મેમ્બરોના નાણાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવડાવી ડીડી અથવા કંપનીના બેન્ક એકાઉન્ટમાં નાણાં ભરાવી તા.28-10-2010 થી જુલાઇ 2011 દરમ્યાન અલગ અલગ કુલ 228જેટલા મેમ્બરો પાસેથી રૂપિયા 71,22,808 ની રકમ કઢાવી લીધા હતા. સ્કીમમાં જણાવ્યા પ્રમાણે મેમ્બરોને વળતર નહી આપી કંપનીની બ્રાન્ચ ઓફીસો તથા ગોલ્ડ શોરૂમ બંધ કરી સભ્યો સાથે વિશ્વાસધાત અને ઠગાઇ આચરી હતી.આરોપી સંજય બિરલા સામે આ ગુનો વર્ષ -2012માં રજીસ્ટર થતાં આરોપી પોલીસ ધરપકડથી બચવા માટે છેલ્લા 13 વર્ષથી ભાગતો ફરતો હતો. આ આરોપીની તેના મુળ સરનામે રાજસ્થાન ખાતે તપાસ કરવામાં આવી હતી પરંતુ આરોપી મળ્યો ન હતો જેથી આ આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો હતો.આ આરોપીની સતત શોધખોળ દરમ્યાન જાણવા મળ્યું હતું કે તે હાલમાં અમદાવાદ શહેર ખાતે તેના પુત્રના ઘરે આવ્યો છે જેના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે અમદાવાદ ખાતે આવેલા વાડજ વિસ્તારમાં જઇ આ 13 વર્ષથી નાસતા ફરતા આરોપીને શોધી કાઢી ધરપકડ કરી હતી અને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે
પકડાયેલ આરોપી સંજય બિરલાએ અભિનવ ગોલ્ડ કંપનીના નામે સુરત શહેર તેમજ રાજસ્થાન ખાતે પણ ઠગાઇ કરવાના ગુનાઓ આચરેલ હોય આરોપી સામે અગાઉ નોંધાયેલ ત્રણ ગુનાઓ જેમાં સુરત શહેર ડી.સી.બી. પોલીસ અને રાજસ્થાન રાજ્ય ભીલવાડા જીલ્લો માં ગુનો નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે

Most Popular

To Top