Vadodara

અનગઢ નવાપુરાની રેલ લાઈન ઉપરથી બોમ્બ જેવો વિસ્ફોટક પદાર્થ મળી આવતા પોલીસ તંત્ર દોડતું થયું :

( પ્રતિનિધિ )વડોદરા,તા.21

વડોદરા શહેર નજીક આવેલા અનગઢ ગામના નવાપુરા વિસ્તાર પાસેથી પસાર થતી રેલ લાઈન ઉપર બોમ્બ જેવો કોઈ વિસ્ફોટક જેવો કોઈ પદાર્થ મળી આવતા પોલીસ તંત્ર દોડતું થયું છે. હાલ શું મળ્યું છે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી. પરંતુ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતની જુદી જુદી એજન્સીઓની ટીમો કામે લાગી છે. બીજી તરફ આ ઘટનાને લઈને ગ્રામજનોમાં પણ ફફડાટ ફેલાયો છે.

વડોદરા શહેર નજીક અનગઢ ગામના નવાપુરા વિસ્તાર પાસેથી પસાર થઈ રહેલી ગુડસ રેલ્વે લાઈન ઉપર આજે બપોરના સુમારે શંકાસ્પદ હાલતમાં બોમ્બ વિસ્ફોટક જેવો કોઈ પદાર્થ દેખા દેતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. બનાવ અંગેની જાણ ગ્રામજનો દ્વારા પોલીસને કરવામાં આવતા પોલીસના ઘાડે ધાડા મેદાનમાં ઉતરી આવ્યા હતા.

શહેર જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલની સાથે બોંબ સ્કોડ, ડોગ સ્કોડ સહિત જુદી જુદી પોલીસની એજન્સીઓ સ્થળ પર દોડી આવી હતી. હાલ પોલીસ તરફથી રેલ્વે લાઈન ઉપરથી મળી આવેલા શંકાસ્પદ વિસ્ફોટક મામલે કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી. પરંતુ, આ મામલે પોલીસ અને રેલવે વિભાગ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે.

આ વિસ્ફોટક શું છે, કયા પ્રકારનું છે, તે મામલે એફએસએલની પણ મદદ લેવાશે. કોઈ તિકડમખોર દ્વારા આ કાવતરું ઘડવામાં આવ્યું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

Most Popular

To Top