વડોદરા: શહેર માં રોડ પીગળવા નો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. શહેર ના અનેક વિસ્તારો માં રોડ પીગળતા જોવા મળી રહીયા છે.શહેર ના ભાયલી વિસ્તાર માં 40 ડિગ્રી તાપમાન વચ્ચે આખો રોડ પીગળી જતા કોન્ટ્રાકટર ની કટકી નો ખેલ – પોલ ઉઘાડી પાડી દીધી છે. ડામર પીગળી જવાથી વાહન ચાલકો, રાહદારીઓ, સ્કૂલે જતા બાળકો ડામર ના રેલા ના કારણે અટવાઈ પડ્યા હતા. આ રોડ પર રહેતા રહીશો એ જણાવ્યું હતું કે મઘરાત પછી ના સમયે પાલિકા કોન્ટ્રાકટર ડામર પાથરી ને ઉપર રેતી નાખી ને જતા રહે છે.
અમારો રોડ તો હજુ નવો છે તેમ છતાં ડામર ની નાની લહેર પાથરવા થી નવા જ રોડ નો ડામર પીગળી જતા રહીશો એ પાલિકા ના કોન્ટ્રાકટર સામે ગંભીર સવાલો ઉભા કર્યા હતા.વડોદરા મહાનગર પાલિકા દ્વારા ડામર રોડના કામ માટે વર્ષે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે. અને તેમાંથી કોન્ટ્રાક્ટર સાથે સાંઠગાંઠ કરીને જે તે વિસ્તારના સ્થાનિક કોર્પોરેટરથી માંડી ઇજનેર અને ઉપર સુધી મસમોટી મલાઇ તારવી લેવામા આવે છે. ડામરકામમાંથી કટકી કાઢવા માટે હવે એક નવી અજમાઇશ અજમાવવામાં આવી છે.
સ્કેટિંગ કરી શકાય તેવા ટીપટોપ રોડ ઉપર રિપેરિંગના નામે ચાદર જેવી પાતળી લેરનો ડામર પાથરવાનું શરૂ કરાયુ છે. અહીં યેનકેન પ્રકારે મસમોટા બીલ બનાવીને તેમાથી મલાઇ કાઢવાનો જ ઇરાદો હોવાની આશંકા નકારી શકાય તેમ નથી. વડોદરામાં એવા સંખ્યાબંધ વિસ્તારો છે કે જ્યાં ગેસની લાઇન નાખવા, કેબલ નાખવા, ભૂગર્ભ કે પાણીની પાઇપલાઇન નાખવા રોડ ખોદીને હાડપીંજર જેવા કરી નાખવામાં આવતા હોય છે આવા રસ્તા પર ડામર કામ કરવાના બદલે ધુળના ઢેફાથી ખાડા બુરીને જેમ તેમ હાલતમાં મુકી દેવાયા છે.
શહેર અસંખ્યા રસ્તા પર નવેસરથી ડામર રોડ બનાવવાની જરૂર છે તેના બદલે મનપાએ સાજા સારા અને સ્કેટિંગ કરી શકાય તેવા લીસ્સા રોડ પર માત્ર ડામરની ચાદર જેવી લેર પાથરીને રસ્તા રિપેરિંગના કામમાં ખપાવી દેવાય છે.રોડ રિસરફેસીંગ ક્યા વિસ્તારમાં કરવાની જરૂર છે તેવો કોઇ સર્વે કરાયો છે કે ખાલી ગ્રાન્ટ ખર્ચ કરવા જ કામ થાય છે? વડોદરા ના લોકો કહે છે કે રોડ ઘણા સારા હોવા છતાં રોડ રિસરફેસીંગ કેમ કરે છે? અમુક ગાબડાં છે ત્યાં ડામરથી લેવલીંગ કરવાથી પણ ચાલી શકે તેમ છે.
એવો કોઇ સર્વે તો નથી કરાયો. પણ રોડ ખરાબ થઇ ગયો હોય તેવું દેખીતી રીતે જ લાગતા રિસરફેસીંગ કરવાનું શરૂ કરાયુ છે. ગાબડાંની આજુબાજુ ભંગાણ ન થાય એટલે આખો રોડ જ રિ-ફેસીંગ કરવાનું યોગ્ય લાગ્યું હોય તેવી કામગીરી કરાય છે. ચોમાસાના બે મહિના પહેલાનો જ સમય શા માટે પસંદ કરવા માં આવે છે?ચોમાસામાં રોડ ધોવાઇ જતા હોય છે. નવા બનેલા રોડ ધોવાઇ જાય તો સ્થિતિ જૈસે થે વૈસે જ બની જવાની છે. જ્યારે અધિકારીઓ કહે છે કે ડામર કામ માટે ઉનાળાનો સમય જ યોગ્ય હોય છે. ચોમાસામાં ભેજ હોય છે. ચોમાસામાં ધોવાઇ જાય તો પછીથી પેચવર્ક મનપા કરે જ છે. ચોમાસા પૂર્વે ભર ઉનાળે રિસરફેસિંગ મતલબ બે વાર રોડ બનાવવાનું ‘મલાઇદાર પ્લાનિંગ’?
અહીં મૂળ સવાલ એ હતો કે રોડ ચોમાસામાં મોટાભાગના ધોવાઈ જવાના છે તો અત્યારે રિસરફેસ કરીને પ્રજાના પૈસાનો વ્યય શા માટે? ચોમાસું સત્તાવાર રીતે પૂરું થયા પછી તૂટેલા માર્ગો રિપેર થાય તો આખું વર્ષ પ્રજાને તેનો લાભ મળે. જાણકાર લોકો કહે છે. પરંતુ અત્યારે રોડનો સર્વે કર્યા વિના જ રિસરફેસની થતી કામગીરી મલાઈ કૌભાંડ હોય તેવું નકારી શકાતું નથી.
ફરિયાદો મળે એટલે તુરંત રેતી નાંખી દેવાય છે
રોડ બનાવ્યા પછી ડામર ની બે લહેર પાથર્યા બાદ ડામર નો રોડ તૂટે નહીં તે માટે ત્રીજી લહેર પાથરવાની હોય છે. હાલ ગરમી ની મોસમ હોવાથી ઘણી જગ્યાએ ડામર ઓગળે છે પાલિકા ને ફરિયાદ મળે એટલે રાહદારીઓ, વાહન ચાલકો ને મુશ્કેલી ન પડે તે માટે તાત્કાલિક રેતી પાથરી દેવા માં આવે છે. આવી કામગીરી ની ગંભીર નોઘ લેવાઈ છે. જો ખામી જણાય તો પગલાં ભરવા માં આવે છે.
હિતેન્દ્ર પટેલ, સ્થાયી ચેરમેન