વડોદરા મહાનગરપાલિકામાં સ્થાયી સમિતિની બેઠક ગુરુવારે મળી હતી . સ્થાયી સમિતિ બેઠક પુર્વે વડોદરા ભારતીય જનતા પાર્ટી ઓફિસે સંકલન બેઠક યોજાઈ હતી.
સ્થાયી સમિતિની બેઠકમાં વોર્ડ નંબર 13 ના જાગૃતિ કાકાએ પોતાના વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા તેમજ અકોટા દાંડિયાબજાર બ્રિજ ઉપર ડ્રેનેજના તૂટેલા ઢાંકણા અને તેને લઈને સર્જાતા અકસ્માત અંગે બેઠકમાં રજૂઆતો કરી હતી. સ્થાયી સમિતિની બેઠકમાં અને કાઉન્સિલરોએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રીને વોર્ડ ઓફિસના અધિકારીઓ વારંવાર કહેવા છતાં કામ કરતા નથી એવી ફરિયાદો કરી હતી. વોર્ડ નંબર 6 ના કાઉન્સિલર હેમિશા ઠક્કરે ઝોનના અધિકારી વિરુદ્ધ બેઠકમાં ફરિયાદ કરી કહ્યું હતું કે અધિકારી નિલેશ પરમાર કામ કરતા નથી અને માત્ર કેબિનમાં જ બેસી રહે છે. ચૂંટાયેલી પાંખનું અધિકારીઓ સાંભળતા નથી એવી અનેક વાર ફરિયાદ ચૂંટાયેલી પાંખે કરી છતાં અધિકારીઓ સાંભળતા નથી.
સ્થાયી સમિતિની બેઠક બાદ સ્ટેન્ડિંગ ચેરમેન શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે આજ રોજ મળેલી સ્થાયી સમિતિની બેઠક માં રેગ્યુલર 9 કામોની દરખાસ્ત આવી હતી. જેમાં એક વધારાની દરખાસ્ત ઉમેરાઈ હતી. એમ કુલ 10 કામો હાથ પર લેવાયા હતા. જેમાંથી 9 કામો મંજૂર કરવામાં આવ્યા છે અને એક કામને રદ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
તાંદલજા તળાવ કબ્રસ્તાનની સામે કલર બનાવવાના કામને 20% વધુનુ કામ જીએસટી સાથેનું છે જેમાં રૂ.56, 60, 242 ની મંજૂરી આપવામાં આવી છે. પાણી પુરવઠા શાખા દ્વારા વોર્ડ નંબર 8 9 10 11 અને 12. 75 લાખની નાણાકીય મર્યાદામાં પાણી નલિકાનું કામ માઈનસ 10% ભાવે મંજૂર કરવામાં આવ્યું છે.
એમ્બ્યુલન્સનું કામ હતું તેમાં ધારાસભ્ય કેયુર રોકડિયા ની ગ્રાન્ટ 10 ગ્રાન્ટ તથા રૂ. 8. 32 લાખ મેયરની ગ્રાન્ટ સંયુક્તથી આ એમ્બ્યુલન્સ ખરીદવાના કામને મંજૂર કરવામાં આવ્યું છે. બિલ્ડીંગ પ્રોજેક્ટ શાખા દ્વારા લાલ કોર્ટને મ્યુઝિયમ તરીકે વિકસાવવાની દરખાસ્ત પરત કરવામાં આવી છે. નિઝામપુરા અતિથિગૃહના ફીનાં કામને મંજૂર કરવામાં આવ્યું છે.
વધારાના કામમાં સ્નેહ મિલન કાર્યક્રમ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે તેમાં ખર્ચ કરવાની મંજૂરી કમિશનરને મોકલવામાં આવી છે.
અધિકારીઓ અમારૂ સાંભળતાં નથી, સ્થાયી સભ્યોનો બળાપો
By
Posted on