ખેડૂત મધરાતે ખેતરમાં પાક સાચવવા ગયાં તે સમયે તસ્કરો ત્રાટક્યા
આણંદના અડાસ ગામમાં મધરાતે ત્રાટકેલા તસ્કરોએ આર.આર. સ્ટ્રીટના બંધ મકાનમાંથી રૂ. 1.40 લાખની મત્તા ચોરી કરી ભાગી ગયાં હતાં. આ અંગે વાસદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અડાસ ગામની આર.આર. સ્ટ્રીટમાં રહેતા ઘનશ્યામભાઈ અંબાલાલ પટેલ ખેતી કામ કરે છે અને એકલવાયું જીવન જીવે છે. ઘનશ્યામભાઈ પટેલ 25મી ફેબ્રુઆરીના રોજ મોડી રાતના અડાસ ગામની સીમમાં આવેલા ખેતરમાં કેળનો પાક કરેલો હોવાથી પાક સાચવવા ગયાં હતાં અને રાતના ખેતરમાં જ સુઇ ગયાં હતાં. બીજા દિવસે સવારે તેઓ ઘરે આવ્યાં તે સમયે ઘરના મુખ્ય દરવાજાની જાળીનો નકુચો તુટેલો હતો અને તાળુ જાળી પાસે બહાર પડેલું હતું. બાદમાં ઘરમાં અંદર જઇ જોતા તપાસ કરતાં બેઠક રૂમ પછીના રૂમમાં એક તિજોરી તથા એક લાકડાનો કબાટ ખુલ્લી હાલતમાં પડેલો હતો. સામાન વેર વિખેર પડેલો હતો. કબાટની બાજુમાં લાકડાનો પટારો ખુલ્લો હતો. આથી, ચોરી થયાનું જણાતાં તપાસ કરતાં સોના – ચાંદીના દાગીના, રોકડા રૂ.40 હજાર મળી કુલ રૂ.1.40 લાખની મત્તા ચોરી કરી ગ
અડાસ ગામમાં તસ્કરો 1.40 લાખની મત્તા ચોરી ગયાં
By
Posted on