Vadodara

અટલ બ્રિજ પર નમી પડેલો લોખંડના એંગલ વાળો ગેટ કોઈ મોટી દુર્ઘટના સર્જશે

દિવાળીમાં વડોદરાને સુશોભિત કરવા પાછળ તંત્રે લાખો રૂપિયાનો ખર્ચ કર્યો અને શહેરને અકસ્માતને નોતરું આપતા હોય તેવા હાલ પર છોડી દેવાયું

વાહન ચાલકો અને ત્યાંથી પસાર થતાં લોકોમાં ભયનો માહોલ



વડોદરા શહેરના સૌથી લાંબા બ્રિજ એવા અટલ બ્રિજ પર દિવાળીના સમય દરમિયાન સુશોભિત કરવા માટે લગાવેલા લોખંડના એંગલો વાળો ગેટ ટ્યુબ કંપની પાસે પડે અને અકસ્માત સર્જે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે .
અટલ બ્રિજ ચડતા લોખંડના એંગલ વાળો ગેટ એક તરફ નમી પડ્યો છે . જો અહીંથી મોટું વાહન પસાર થાય અથવા જોર થી પવન પણ ફૂકાય તો મોટા વાહનનોને ચોક્કસથી એ અડી જાય અને નીચે પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ગેટની એંગલ બહાર આવી ગઈ છે તો એક બાજુ એક ગેટનો એંગલ ડિવાઇડર ની નીચે ઉતરી ગયો છે તો ત્રીજી તરફ ગેટનો એંગલ રોડની સાઈડ પર આવી ગયો છે . જેના કારણે મોટો અકસ્માત સર્જાય એવી પરિસ્થિતિ જોવા મળે છે. અકસ્માતના કારણે કોઈ મોટી જાનહાની પણ થઈ શકે છે. જો કોઈપણ કારણોસર આ લોખંડના એંગલવાળો કે પડે તો ચોક્કસ કોઈ અકસ્માત સર્જાય અને કોઈ જાનહાની પણ થાય , મોટી દુર્ઘટના પણ થાય તેમ દેખાઈ આવે છે. આ લોખંડના એંગલવાળો ગેટ તંત્ર તાત્કાલિક ધોરણે હટાવી લે એવી લોક માંગ ઉઠી છે.

Most Popular

To Top