Vadodara

અજાણ્યા પરપ્રાંતીય વ્યક્તિને ઘરમાં પીજી તરીકે રાખવું મહિલાને ભારે પડ્યું

મહિલા ઉંઘતી હોય તેવા વિડિયો બનાવી બ્લેકમેઇલ કરી રૂ.બે લાખની ખંડણી માગનાર ઇસમને પોલીસે ઝડપી પાડ્યો

( પ્રતિનિધિ) વડોદરા તા. 21

શહેરના ગોત્રી વિસ્તારમાં એકલવાયું જીવન જીવતી મહિલાને પી જી તરીકે પરપ્રાંતીય યુવકને રાખવું ભારે પડી ગયું હતું. પરપ્રાંતીય ઇસમે મહિલા ઉંઘતી હોય તેવા વિડિયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી રૂ.2 લાખની ખંડણી માંગી બાઇક ઉપર બેસાડી જબરજસ્તીથી ભગાવી લઈ જવાની કોશિશ કરતા ગોત્રી પોલીસે મહિલાની ફરિયાદના આધારે છટકું ગોઠવી ગોત્રી હરિનગર બ્રિજ પાસે સારાભાઇ ચારરસ્તા નજીક થી ઝડપી પાડ્યો હતો.

શહેરના ગોત્રી વિસ્તારમાં એકલવાયું જીવન જીવતા આશરે 45 વર્ષીય મહિલાએ પીજી તરીકે મકાન ભાડે આપવાની સોશિયલ મીડિયા પર જાહેરાત આપી હતી તે દરમિયાન ગત ઓગસ્ટ -2024મા ઉતરપ્રદેશના ઇટાનો વતની દિવેશ ઉર્ફે દેબુ રવિકાંત દ્વિવેદી નામનો ઇસમ અહીં માર્કેટીંગ માટે વડોદરા આવ્યો હતો તેણે આ એડના આધારે મહિલાનો સંપર્ક કર્યો હતો અને ત્રણ મહિના પીજી તરીકે રહ્યો હતો આ દરમિયાન મહિલા જ્યારે જ્યારે દિવ્યેશને પૈસાની જરૂર હોય ત્યારે મદદ કરતી હતી ત્યારબાદ દિવેશ જ્યારે પણ પૈસાની જરૂર હોય ત્યારે મહિલા પાસે પૈસાની માગણી કરતો હતો સાથે જ મહિલા ઉંઘતી હોય તેવા વિડિયો તેમની બહેનને મોકલી બ્લેકમેઇલ કરતો હતો જેથી મહિલા કંટાળીને ઘર છોડીને મજબૂરીમાં પોતાની બહેનને ત્યાં જતી રહી હતી દિવેશ મહિલાને લગ્ન માટે પણ વારંવાર દબાણ કરતો હતો તથા એક તરફી પ્રેમમાં અંધ બનેલા ઇસમે પોતાના હાથની નસ કાપી નાખવાની ધમકી આપી પૈસાની માગણી કરતો હતો પૈસા નહીં આપે તો વિડિયો વાયરલ કરવાની ધમકી આપતો તથા મહિલાના બહેનને પણ ફોન કરીને ધમકી આપતો હતો જેથી કંટાળીને મહિલાએ ગત તા.19-05-2025 ના રોજ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.દિવેશ અવારનવાર પૈસાની માગણી કરવા આવતો હોય પોલીસે છટકું ગોઠવ્યું હતું અને મહિલાના માધ્યમથી ઇસમને હરિનગર બ્રીજ સારાભાઇ ચારરસ્તા પાસે બોલાવ્યો હતો જ્યાં પોલીસે સાદા વેશમાં છટકું ગોઠવી આરોપી જેવો મહિલા પાસે આવી મહિલાને લઈ મોટરસાયકલ પર જવા લાગ્યો ત્યારે પોલીસે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પૂછપરછ તપાસ દરમિયાન દેવેશ ઉત્તર પ્રદેશમાં ડિલિવરી બોય તરીકે ફરજ બજાવે છે.સમગ્ર મામલે એ.વી કાટકર એસીપી ડી ડિવિઝન દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

Most Popular

To Top