Charchapatra

અગ્નિદાહને બદલે દફન, હેતુ સારો પણ

તારીખ ૨૮ માર્ચ, ૨૦૨૩ના ‘ગુજરાતમિત્ર’ ના ચર્ચાપત્ર વિભાગમાં શ્રી પ્રકાશ સી. શાહનું ઉપરોક્ત વિષય પર ચર્ચાપત્ર રજૂઆત પામ્યું. તેમણે જે કારણો આ પરિવર્તન કરવા માટે બતાવ્યાં છે તેના વ્યાજબીપણા બાબતે કોઈ શંકા નથી. જ્યારે જ્યારે કોઈના અવસાન નિમિતે સ્મશાનમાં જવાનું બન્યું છે ત્યારે ગેસની ભઠ્ઠીની સુવિધા હોવા છતાંય મૃતકની ઈચ્છા કે પછી તેનાં પરિવારજનોની (અંધ?)શ્રદ્ધાને કારણે લાકડામાં અગ્નિદાહ દેવાના નિર્ણયને અમલી બનાવવામાં આવે છે ત્યારે વૃક્ષછેદન અને વાયુ પ્રદૂષણ બાબતે લાચારીથી સાક્ષી ભાવે જોયા કરવું પડે છે. પણ સિક્કાની અન્ય બાજુ પણ છે. જ્યારે કોઈ ચેપી રોગથી મૃત્યુ થાય ત્યારે અગ્નિદાહ જ આ ચર્ચાપત્રીની સમજ પ્રમાણે કદાચ વ્યાજબી હોઈ શકે. અન્ય બાબત કે દરેક માણસના મૃત શરીરને અગ્નિને બદલે ધરતીને સુપ્રત કરવામાં આવે અને પછી તે સ્થળને ભૂલી જવામાં આવે અને તેના પર કોઈ સમાધિ બનાવવામાં નહીં આવે અને એક ચોક્કસ સમય બાદ જ્યારે મૃતદેહ સંપૂર્ણ રીતે વિઘટિત થઈ જાય ત્યાર બાદ અન્ય મૃતદેહના દફન માટે તે સ્થાન મુક્ત ગણવામાં આવે તો કોઈ પ્રશ્ન નહીં રહે, પણ જો મૃતકની સમાધિ બનાવી અન્ય ધર્મોની જેમ દર વર્ષે તેના પર દીવો કરવા જવાનો આગ્રહ રખાય તો દફનસ્થાનોની તંગી ભવિષ્યમાં જરૂર સર્જાય અને કદાચ સમાજનાં ઝઘડાનું કારણ પણ બની શકે. 
સુરત     – પિયુષ મહેતા લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સરકારી કચેરીઓમાં લાંચ-રુશ્વત સામાન્યજનને કનડે છે
ભારતનાં દરેક રાજ્યોમાં સરકારી કચેરીઓમાં પંચાસ-સાઠ હજારનો માસીક પગાર મેળવવામાટે કર્મચારીઓ પાંચ-દશ હજારની લાંચ રુશવત લેતા ઝડપાયા હોય એવા અસંખ્યા કિસ્સા અને ઘટનાઓ જોવા અને સાંભળવા મળે છે. આજની બિનઅંકુશ વધતી જતી મોંઘવારીમાં ગરીબ અને મધ્યમવર્ગની જનતા તેમના વિવિધ કાર્યો જે સરકારી કચેરીઓ સાથે સંકળાયેલા હોય તે પૂરા થાય તે માટે સરકારી કચેરીઓ અને વિભાગોમાં ધક્કા-ફેરા કરતી હોય છે. પૂરતા ડોક્યુમેન્ટ હોવા છતાં સરકારી કર્મચારીઓ વિના લાંચે સરળતાથી કાર્ય કરતા નથી જેમા છટકુ ગોઠવી અનેક કર્મચારીઓ રંગે હાથે ઝડપાયા છે પરંતુ ઔપચારીક કાર્યવાહી કરી અમુક મહીના માટે સસપેન્ડ કરી ફરી તેમના પદ ઉપર બિરાજમાન થાય છે. આ લાંચ-રુસવત રૂપી ઉંધી પર કાયમી પ્રતિબંધ લગાડવા માટે સમય અનુસાર કડક કાયદાઓ બનાવવા જરૂરી જે મુજબ લાચ-રૂશ્વત લેતા પકડાયેલા કર્મચારીઓને નોકરી માંથી કાયમી ધોરણે પુરા કરવા જોઈએ અને અમુક વર્ષોની જેલની સજાની જોગવાઈ હોવી જ જોઈએ.
સુરત     – રાજુ રાવલ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top