Vadodara

અક્ષર ચોક બ્રિજ પર કાર અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત

પુર ઝડપે ચાલતી કાર બસ સાથે અથડાઈ; મુસાફરોને સામાન્ય ઇજા

વડોદરા શહેરમાં દરરોજ અકસ્માતોની વણથંભી વણઝારાની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે સવારે અક્ષર ચોક બ્રિજ પર એક વૈભવી કાર અને બસ વચ્ચે ધડાકાભેર ગમખ્વાર અકસ્માત સર્જાતા વાતાવરણ કરુણ ચીસો થી ગુંજી ઉઠ્યું હતું. અકસ્માતના પગલે બસમાં બેઠેલા કેટલાક મુસાફરો અથડાતા કુટાતા સીટની નીચે પણ પડી ગયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર કાર ડ્રાઈવર પુર ઝડપે કાર લઈને અક્ષર ચોક બ્રિજ પર થી પસાર થઈ રહ્યો હતો એકાએક પાસેથી પસાર થતી બસ સાથે ધડાકાભેર અથડાયો હતો. ગણતરીની મિનિટોમાં અકસ્માતના પગલે બસમાં સવાર મુસાફરોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. સદનસીબે કોઈ ગંભીર જાનહાનિ થઈ નથી, પરંતુ બસ ડ્રાઈવરે સજ્જડ બ્રેક મારતા કેટલાક મુસાફરોએ બેલેન્સ ગુમાવ્યું હતું. અને આસપાસ મા પડી જતા સામાન્ય ઇજાઓ પહોંચી છે.


અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી બનાવના પગલે ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા હતા પોલીસે દરમ્યાનગીરી કરી ને ટ્રાફિક વ્યવસ્થા પુનઃ સ્થાપિત કરી હતી. પોલીસે બંને વાહનચાલકોને પૂછપરછ માટે અટકાયત કરી લીધા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
શહેરમાં સતત વધી રહેલા અકસ્માતોની ઘટનાઓમા અનહદ વધારો થઈ રહ્યો છે ટ્રાફિક વિભાગે વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું ચોક્કસ પાલન કરવા અને ઝડપ પર નિયંત્રણ રાખીને સુરક્ષા અને સલામતી ના પગલા લેવા ખાસ અનુરોધ કર્યો છે.

Most Popular

To Top