Vadodara

અકોટા વિધાનસભામાં આવેલ ઇલેક્શન વોર્ડ,નં 10,11,12 અને 13માં જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડના કાર્યક્રમનું આયોજન….

અકોટા વિધાનસભાના આવેલ ઇલેક્શન વોર્ડ નંબર 10,11,12 અને 13માં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે મટકી ફોડ નો કાર્યક્રમનું આયોજન..

વડોદરા ના અકોટા વિધાનસભા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 10 11 12 અને 13 માં મુંબઈની વિકરોલી ની પ્રખ્યાત મિત્ર મંડળ ગ્રુપ દ્વારા મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ ગ્રુપ દ્વારા છેલ્લા 40 વર્ષથી મહારાષ્ટ્રમાં મટકી ફોડનું કાર્યક્રમ કરે છે. સમગ્ર આકોટા વિધાનસભા વિસ્તારને આવરી લેવામાં આવ્યું છે જેમાં વોર્ડ નંબર 10 માં સાંજે 5:30 થી 6:30 કલાક દરમિયાન અંબિકા ચાર રસ્તા પાસે યોજાવવામાં આવશે જ્યારે વોર્ડ નંબર 11 માં સાંજે 7:00 થી 8:00 કલાક દરમિયાન કષ્ટભંજન હનુમાન મંદિર પાસે દિવાળીપુરા ખાતે યોજવામાં આવશે ત્યારબાદ વોર્ડ નંબર 12 માં રાત્રે 8:00 થી 9:00 કલાકે ખિસકોલી સર્કલ ખાતે યોજવામાં આવશે તથા વોર્ડ નંબર 13 માં રાત્રે 9 થી 10 કલાકે ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા ખાતે મટકી ફોડ નો કાર્યક્રમ યોજવામાં આવશે .
આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં આકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ ,આકોટા વિધાનસભાના ઇલેક્શન વોર્ડ નંબર 10 11 12 અને 13 ના મ્યુનિસિપલ કાઉન્સિલરો વોર્ડની સંગઠનની ટીમ તેમજ કાર્યકર્તાઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, રાવપુરા ના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, વડોદરાના સ્થાયી સમિતિ અધ્યક્ષ તેમજ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તેમજ પદ અધિકારીઓ તથા કાર્યકર્તા વિશેષ રૂપે ઉપસ્થિત રહેશે.

Most Popular

To Top