Vadodara

અકસ્માત કાંડના આરોપી રક્ષિત ચોરસિયાની રેગ્યુલર જામીન અરજી નામંજૂર



હોળીની રાત્રે આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસે ગાંજાનો નશો કરીને રક્ષિતે કાર ઓવર સ્પીડમાં ચલાવી અકસ્માત કર્યો હતો

વડોદરા તારીખ 15
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તાર આમ્રપાલી કોમ્પલેક્ષ પાસે રાત્રે નશો કરીને કાર ચલાવી અકસ્માત કરનાર આરોપી રક્ષિત ચોરસિયાએ મૂકેલી રેગ્યુલર જામીન અરજી મેજિસ્ટ્રેટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે.
મૂળ ઉત્તર પ્રદેશના વારાણસી ખાતેના વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં આવેલા ગાયત્રી એપાર્ટમેન્ટમાં રહેતા રક્ષિત ચોરસિયાએ તેના બે મિત્રો સાથે કિશનવાડી વિસ્તારમાં ગાંજાનો નશો કર્યો હતો. હોળીના રાત્રે તેઓ તેમના મિત્ર ની કારમાં કિશનવાડીથી પરત નિઝામપુરા ખાતે જઈ રહ્યા હતા. તે દરમિયાન કિશનવાડીમાંથી ગાંજાનો નશો કરીને રક્ષિત ચોરસીયાએ કાર ચલાવી હતી. સંગમ પસાર કર્યા બાદ રક્ષિત ચોરસિયાએ ઓવર સ્પીડમાં કાર દોડાવી હતી અને આમ્રપાલી પાસેના ચાર રસ્તા ખાતે ત્રણ મોપેડ સવારને અડફેટે લીધા હતા. જેમાં એક મહિલાનું ગંભીર ઇજાઓ થવાના કારણે ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું. અકસ્માત કર્યા બાદ રક્ષિત ચોરસીયા લોકો તેને મેથીપાક ના ચખાડે તેના માટે બુમરાણ મચાવવા લાગ્યો હતો અને અનધર રાઉન્ડ અનધર રાઉન્ડની ચીસો પાડતો હતો. જ્યારે અન્ય સાતથી આઠ લોકોને ઈજાઓ થતા તેણે હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યા હતા. કારેલીબાગ પોલીસ દ્વારા આરોપી રક્ષિત ચોરસિયાની ધરપકડ કરી લેવામાં આવી હતી અને રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા હતા. રિમાન્ડ પુરા થઇ જતા તેને જેલ હવાલે કરી દેવાયો હતો. હાલમાં આરોપી જેલમાં સજા કાપી રહ્યો છે ત્યારે આરોપીએ રેગ્યુલર જામીન અરજી કોર્ટમાં દાખલ કરી હતી. જેની સુનાવણી થતા આરોપીના વકીલ તેમજ ડીજીપી એ એમ દેસાઈ દ્વારા સામ સામે દલીલો રજૂ કરવામાં આવી હતી. છઠ્ઠા એડિશનલ સેશન્સ જજ પ્રશાંત નરેન્દ્રકુમાર રાવલ દ્વારા બંને વકીલની દલીલોને ધ્યાનમાં રાખી આરોપીની રેગ્યુલર જામીન અરજી કરવામાં આવી છે.

Most Popular

To Top