શિનોર:
વડોદરા જીલ્લાના શિનોર ટાઉનમાં વિતેલા બે દિવસમાં તોફાની આખલાએ બે ઈસમોને નિશાન બનાવી ઇજા પહોંચાડતા ટાઉનમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. બીજી તરફ ગ્રામ પંચાયત આખલાને પાંજરાપોળમાં પૂરે તેવી માંગ ઉઠવા પામી છે.
શિનોર ટાઉનમાં ગઇ કાલે પિન્ટુભાઇ નામના ઈસમને આખલાએ ઉંચકીને ફેંકી દિધાની ઘટના સામે આવી હતી. આજરોજ સવારના 10-30 કલાકે ગામમા રહેતા હનિફભાઇ મણિયાર વકીલ,બસસ્ટેન્ડ થી ઘરે જતા હતા, તે સમયે આખલાએ પાછળ માથેથી ભેટી મારી ઉંચકીને ફંગોળી દેતાં તેઓને માથા અને પગના ભાગે ઇજા પહોંચી હતી.આ સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવી માં કેદ થઈ હતી.
આમ બે દિવસમાં વિફરેલા આખલાએ બે ઈસમોને નિશાન બનાવી ઇજા પહોંચાડતા ગામમાં ભયનો માહોલ ઉભો થવા પામ્યો છે ત્યારે શિનોર ગ્રામ પંચાયત સત્વરે આખલાને પકડી પાંજરાપોળમાં પૂરે તેવી માંગ ગ્રામજનોમાં પ્રબળ બની છે.
