Vadodara

વેકેશન માણવા સયાજીબાગમા પહોંચેલા સહેલાણીઓ વિજળી ગુલને કારણે પરેશાન થયાં

સયાજીબાગમા અંધકારનો લાભ લઇ ચોરી, છેડતીના બનાવ બને તો જવાબદાર કોણ?

સહેલાણીઓએ બાગના કર્મચારીઓ ને વિજળી ન હોવા બાબતે પૂછતાં યોગ્ય જવાબ ન મળ્યા

હાલમાં ઉનાળામાં ઐક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે બીજી તરફ શાળાઓમાં ઉનાળુ વેકેશન શરૂ થઇ ગયું છે જેથી વાલીઓ પોતાના બાળકો પરિવાર સાથે સાંજના સુમારે ઠંડક તથા ખુલ્લી આબોહવા સાથે આનંદ મળી રહે તે માટે પાર્ક, બાગ બગીચાઓમાં જતાં હોય છે ત્યારે શુક્રવારે પણ શહેર તથા શહેરમાં રહેતા તથા તેમના સગાંઓ જેઓ શહેર બહારથી અહીં વેકેશનમાં આવેલા છે તેઓ સૌ પોતાના પરિવાર સાથે શહેરના સયાજીબાગ (કમાટીબાગ) ખાતે પહોંચ્યા હતા પરંતુ સાંજે બગીચામાં આનંદ માણવા પહોંચેલા સહેલાણીઓનો આનંદ એક બાજુ રહી ગયો હતો કારણ કે જેમ જેમ અંધકાર થઇ રહ્યો હતો તેવામાં સાંજે સાત વાગ્યાથી આઠ વાગ્યા સુધીવિજળી ગુલ થઇ ગઇ હતી અને બીજી તરફ માણસ એકબીજાને જોઇ ન શકે તેટલું અંધારું છવાઇ ગયું હતું જેથી સહેલાણીઓ પરેશાન થયા હતા ખાસ કરીને યુવતીઓ તથા મહિલાઓમાં ભયનું વાતાવરણ જોવા મળ્યું હતું કારણ કે, અંધકારનો લાભ ઉઠાવી છેડતી, પાકીટ તથા સોનાના દાગીના સહિત અન્ય સામાનની ચોરીની શક્યતાઓ રહી હતી જેથી સહેલાણીઓ દ્વારા સયાજીબાગમા ફરજ બજાવતા કર્મીઓ, સુરક્ષા કર્મીઓને લાઇટ જવાનું કારણ તથા ઇમરજન્સી લાઇટ શરૂ કરવા બાબતે પ્રશ્નો પૂછતાં તેઓને ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા કોઇ પણ પ્રકારના જવાબ આપવામાં આવ્યા ન હતા. જેથી પરિવાર સાથે આવેલ મહિલાઓ, યુવતીઓ મોબાઇલ ટોર્ચના અજવાળે સયાજીબાગ થી બહાર નિકળવાનુ મુનાસીબ સમજ્યું હતું. એક તરફ કાળઝાળ ગરમીના કારણે શહેરમાં વિજમાંગ વધી છે જ્યારે ઘણાં વિસ્તારોમાં વીજળીના વીજ પોલ પર ધડાકા, ફોલ્ટથી કલાકો વિજળી ગુલ થતાં લોકો પરેશાન થઇ રહ્યાં છે ત્યારે શુક્રવારે સાંજે સયાજીબાગમા પણ વિજળી ગુલ થતાં લોકો પરેશાન થયા હતા. સયાજીબાગ પ્રશાસન તથા પાલિકા તંત્ર દ્વારા અહીં ઇમરજન્સી માટે જનરેટર ડી.જી.સેટ થકી વિજળી શરૂ કરવી જોઇતી હતી જેથી કોઇ અનિચ્છનીય બનાવો ન બને.

Most Popular

To Top