Vadodara

વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી દરમિયાન ખોદી કાઢેલી માટી નદી કાંઠે જ નાંખતા,કમોસમી વરસાદમાં માટી પાછી નદીમાં ધસી પડી

શહેરમાં ફરીથી પૂરની પરિસ્થિતિ ન ઉદભવે‌ તે માટે સો દિવસમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત કામગીરી દરમિયાન ખોદીને કાઢેલી માટી નદી કાંઠે જ નાંખી જે કમોસમી વરસાદમાં પાછી નદીમાં ધસી પડી

સ્માર્ટ સિટી વડોદરા ના સ્માર્ટ અધિકારીઓ ની સ્માર્ટ કામગીરીનો નમૂનો વડોદરામાં ખરેખર જોવા લાયક છે. સવારે ખાડો ખોદી સાંજે તે જ ખાડો પૂરાણ કરી પછીથી ખોદવું તેવું કામ સ્માર્ટ પાલિકા તંત્ર નું જોવા મળ્યું છે. શહેરમાં ગતવર્ષે પૂરની પરિસ્થિતિ ઉદભવી હતી જેના કારણે શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી ત્યારબાદ રાજ્ય સરકારે પાલિકા તંત્રને આડે હાથ લીધા હતા,ત્યારબાદ વડોદરા મહાનગરપાલિકા દ્વારા સો દિવસમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત વિશ્વામિત્રી નદીના પટને ખુલ્લી કરવા હજારો ટન માટીનું ખોદકામ કરવામાં આવ્યું હતું ઘણી માટી તો જે તે જગ્યાએ ગોઠવી દીધી પરંતુ વિશ્વામિત્રી નદી કિનારે ઘણી માટી ઠાલવી પરંતુ તેને યોગ્ય રીતે ન ઠાલવતાં મંગળવારે શહેરમાં અઢી ઇંચ થી વધુ થયેલા વરસાદને કારણે કિનારાની માટી પાછી નદીમાં ધસી પડી છે ત્યારે શું પાલિકા તંત્ર પાછી માટી કાઢવાના અલગથી ખર્ચ કરશે? શું આ રીતે પાલિકા તંત્ર સો દિવસમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ ની કામગીરી પૂર્ણ કરી શકશે? આ રીતે માટી ઠાલવવામાં આવશે તો જો ફરી પૂરની પરિસ્થિતિ ઉભી થાય તો રોડ રસ્તાઓ તથા લોકોના મકાનોમાં કીચડ સાથે પાણી ભરાશે હવે તો લોકોને સ્માર્ટ પાલિકાની સ્માર્ટ કામગીરી પર સવાલો થાય છે કે શું ફરી વડોદરામાં પૂર નહીં આવે?

Most Popular

To Top