Waghodia

વાઘોડિયાના મહાદેવપુરા ગામે દીપડાએ પશુનું કર્યું મારણ

દેવકાંઠા વિસ્તારમાં ફરી એકવાર ચાર પગાનો આતંક

પશુના મારણ સ્થળે દીપડાના પગના નિશાન મળી આવ્યા

વાઘોડિયા:
વાઘોડિયા તાલુકાના દેવકાંઠા વિસ્તારમાં ઘણા લાંબા સમય બાદ ફરી એકવાર દીપડાનો આતંક સક્રિય બન્યો છે. ગોરજના મહાદેવપુરા ગામે પશુનું દીપડાએ મારણ કરતા ઘટના સ્થળેથી પંજાના નિશાન મળી આવ્યા છે.

તાલુકામાં ઘણા લાંબા સમય બાદ ફરી એકવાર તાલુકાના દેવકાંઠા વિસ્તારમાં દીપડાએ આતંક મચાવવાનુ શરૂ કર્યું છે. ગોરજના મહાદેવપુરા ગામે પશુપાલક ભગુભાઈ રસિકભાઈ વસાવાના ઘર પાછળ વાડામાં બાંધેલા દોઢેક વર્ષના પાડાનું રાત્રી દરમિયાન ચાર પગાએ મારણ કર્યું હતુ. પશુ પાલક વહેલી સવારે ભેંસોને ઘાસચારો નિરવા જતા થોડે દુર દિપડા દ્વારા શિકાર કરી અધુરા પડતા મુકેલા મૃત પશુના શરીરને જોઈ પશુ પાલકે ગ્રામજનોને જાણ કરી હતી. ગ્રામજનોએ ઘટના અંગેની જાણ વાઘોડિયા વન વિભાગ કચેરીને કરી હતી. જે બાદ ઘટનાસ્થળે વન વિભાગના અધિકારી આવી પહોંચતા ઠેકઠેકાણે ખેતરમા દિપડાના પગલા જોવા મળ્યા હતા. પશુનો ખાતમો બોલાવતા પશુપાલકોને આર્થિક ફટકો સહન કરવાનો વખત આવ્યો છે.

વરસાદ દરમિયાન નદી કોતરોમાં પાણી ભરાવાના કારણે દીપડાઓ કોતરો બહાર ખોરાકની શોઘમા રહેણાંક વિસ્તાર સુધી પહોંચી જાય છે . પશુના શિકાર અંગે વનવિભાગે જરૂરી કાગળ કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ છ સાત મહિના બાદ દીપડાની હિલચાલ દેવકાંઠા વિસ્તારમાં જોવા મળતા ફરીથી ખેડૂતો અને પશુપાલકોમાં ભય ફેલાયેલો જોવા મળી રહ્યો છે. દેવકાઠા વિસ્તારમાં આતંક મચાવનાર ચાર પગાને પાંજરે પુરવા વર્ષોથી માંગ કરવામાં આવી છે પરંતુ આજ દિન સુધી દીપડો પાંજરે પુરાતો નથી.

Most Popular

To Top