ચાર દરવાજા વિસ્તારમાંથી જુલુસ નીકળે દરમિયાન ડીજે નહીં વગાડવા પોલીસની અપીલ, તળાવ પર ફાયર સર્વિસ અને એસડીઆરએફની ટીમ પણ તૈનાત
વડોદરા શહેરમાં 196 જગ્યા પર તાજીયા સ્થાપિત કરાયા, સરસીયા તળાવ સહિત નવ જગ્યા પર વિસર્જન
વડોદરા તારીખ 5
વડોદરા શહેરમાં વસતા મુસ્લિમ બિરાદરો દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ભારે ઉત્સાહ સાથે મહોરમના તહેવારની ઉજવણી કરવામાં આવતી હોય છે. આ વર્ષે મુસ્લિમ સમાજના લોકો દ્વારા વિવિધ વિસ્તરણ 196 તાજીયા બેસાડવામાં આવ્યા છે. ત્યારે આજે કતલની રાત આવતી કાલે 26 જુલાઈના રોજ તાજિયાના જુલૂસ નિકળશે અને સરસિયા તળાવ સહિત 9 જેટલી જગ્યા પર તાજીયા ઠંડા કરવામાં આવશે. આ તાજિયાના જુલૂસ તથા તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેના માટે પોલીસે વિભાગ દ્વારા તાજીયા કમિટી, મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતના વિભાગ સાથે બેઠક યોજવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન સંકલન કરીને તાજિયાના વિસર્જન માટે તરાપા તથા જેટિંગ મશીન સહિતના સાધનોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું હતું કે મહોરમના તહેવારને લઈને 9 DCP, 13 ACP, 2 હજાર જેટલા પોલીસ કોન્સ્ટેબલ, 200 PI અને PSI કક્ષાના અધિકારીઓ બંદોબસ્તમાં જોડાશે. જ્યારે બહારથી 1 DCP, 7 ACP, 15 જેટલા PI અને PSI કક્ષાના અધિકારી અને ચાર એસઆરપીએફની કંપની પણ તૈનાત કરવામાં આવશે. ઉપરાંત રેપિડ એક્શન ફોર્સ પણ ખડે પગે ફરજ બજાવશે. ત્યારે શહેરના તેમજ બહારથી બોલાવવામાં આવેલા અધિકારી અને કર્મચારીઓ મળી બે ઘર ઉપરાંતના જવાનો તાજિયાના બંદોબસ્તમાં ઊભા રહેવાના છે. ત્યારે તેમણે પોલીસના એક્શન પ્લાન અંગે માહિતગાર કરીને સંવેદનશીલ વિસ્તાર, ધાબા અને ડીપ પોઇન્ટ પર મોકલી દેવામાં આવશે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સરસિયા તળાવ સહિતની અલગ અલગ જગ્યા પર વરુણ, વજ્ર અને એન્ટી રાઈટ ટીમ તૈનાત રહેશે. ફાયર સર્વિસની સાથે સાથે એસ ડી આર એફની ટીમ હાજર રહેશે. તાજીયા રુટ દરમિયાન ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેના માટે નો પાર્કિંગ,નો એન્ટ્રી તથા પ્રતિબંધિત રસ્તો સાથે નું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ત્યારે આ પ્રતિબંધિત વિસ્તારોમાં સ્થળનો પાર્કિંગ ઝોનમાંથી ચાલકો વાહન પસાર ન કરે તેના માટે પણ પોલીસ વિભાગ દ્વારા અપીલ કરાઈ છે. તહેવાર દરમિયાન કોઈ મુશ્કેલી સર્જાય તો પોલીસ હેલ્પ લાઈન નંબર 100 તથા 102 પર સંપર્ક કરવા માટે જણાવાયુ છે. તાજીયાના આયોજકો સાથે ડીજે તાજીયા કાઢવામાં આવે ત્યારે ચાર દરવાજા વિસ્તારમાં નહીં વગાડવા માટે પણ સંવાદ કરાયો છે. તો બીજી તરફ તાજિયાના આયોજકોએ સ્વયંભૂ પણ ડીજે સિવાય જુલુસ કાઢવા માટે તૈયારી બતાવી છે.
