Vadodara

જમીનની વારસાઇમાંથી નામો હટાવી જમીન હડપવાનો મામલો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો

પાંચ બહેનોને અંધારામાં રાખીને મૃતક પિતાના જમીનમાં વારસાઇમાંથી નામો હટાવી કાકાએ જમીન હડપવાનો કારસો કર્યાની ગુજરાત હાઇકોર્ટમાં રાવ

જમીન પડાવી લેવા કાકાઓએ વર્ષ 2009 માં મૃત્યુ પામેલા ભાઇને 5 વર્ષ બાદ જીવીત બતાવી નોટરી સાથે મળીને સિટી સર્વે ઓફિસમાં બોગસ અને બનાવટી રેકોર્ડ માં દાખલ કર્યું

વિદેશમાં રહેતી દીકરીઓએ પિતાની વારસાની કરોડોની જમીનમાં ગેરવર્તણૂક બદલ વકીલ મારફતે કાકા તથા નોટરી કરનાર વકીલ સહિત સામે સમગ્ર મામલે તટસ્થ તપાસ કરી કાર્યવાહી હાથ ધરવા ગુજરાત હાઇકોર્ટમાં રાવ

(પ્રતિનિધિ) વડોદરા તા.05

શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલી મૃતક પિતાના હિસ્સાની કરોડોની જમીનમાં વારસાઇ ધરાવતી અને છેલ્લા ઘણા સમયથી વિદેશમાં રહેતી પાંચ બહેનોના નામો નોટરાઇઝ્ડ કરીને બોગસ અને બનાવટી દસ્તાવેજો બનાવી સિટી સર્વેની ઓફિસમાં દાખલ કરી ગુનો આચરનાર કાકાઓ તથા નોટરી વિરુદ્ધ લંડનમાં રહેતી પુત્રીએ વકીલ પ્રશાંત વી.ચાવડા મારફતે ગુજરાત હાઇકોર્ટમાં સમગ્ર મામલે તટસ્થ તપાસ સાથે આરોપીઓ વિરુદ્ધ એફ આઇ આર નોધવા રજૂઆત કરવામાં આવી છે.

હાલમાં લંડન ખાતે રહેતા મૂળ વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં સહ્યાદ્રિ એપાર્ટમેન્ટના સ્મિતાબેન સંજયભાઈ પટેલે પોતાના વકીલ પ્રશાંત વી.ચાવડા મારફતે ગુજરાત હાઇકોર્ટમાં રજૂઆત કરી છે જેમાં રજૂઆત મુજબ તેઓ વિદેશમાં વસવાટ કરે છે અને તાજેતરમાં થોડા સમય માટે વડોદરા આવ્યા હતા ત્યારે તેઓને જાણ થઇ હતી કે, તેમના પિતા રતિલાલ મૂળજીભાઇ પટેલ તથા કાકા અરવિંદભાઈ મુળજીભાઇ પટેલ તથા કનુભાઇ મુળજીભાઇ પટેલના સંયુક્ત માલિકીની વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં મહેસૂલ સર્વે નં.99 અને 100 જે ટી.પી સ્કીમ નં12મા સમાવિષ્ટ છે તેમાં અંતિમ પ્લોટ નં‌. 21,22 અને 23 છે જેમાંથી અંતિમ પ્લોટ નં‌. -21નો વિસ્તાર 6304ચોરસમીટર છે અને અંતિમ પાયો નં.નં.24 સેટીનો વિસ્તાર 4432 ચોરસ મીટર છે જેમાં તેમના પિતા રતિલાલ મૂળજીભાઇ પટેલ નું તા.14-08-2009ના રોજ અવસાન થયું હતું જેથી સ્મિતાબેન સંજયભાઇ પટેલ તથા તેમના ચાર બહેનો ઇન્દીરાબેન અશ્વિનભાઇ પટેલ, સુશીલાબેન કિરીટભાઇ પટેલે, ગીતાબેન રોહિતભાઇ પટેલ અને દેવિકાબેન ભરતભાઇ પટેલ કુલ પાંચ બહેનો મૃતક પિતાના સીધા વારસદાર તરીકે 19-10-2823મા સિટી સર્વેમાં નોંધણી ન.5922 થી નોંધાયા હતા ત્યારબાદ કાકાઓ અરવિંદભાઈ મુળજીભાઇ પટેલ અને કનુભાઇ પટેલ તથા તેમના સાથીઓએ સિટી સર્વેમાં રતિલાલ મૂળજીભાઇ પટેલ ના મૃત્યુની હકીકત છૂપાવી સુપ્રિટેન્ડન્ટની ઓફિસમાં પ્રવેશ કરી બનાવટી દસ્તાવેજો નોટરી એસ.વાય.ગાજિયાવાલા દ્વારા તા.18-11-2014 ના રોજ નોંધણી ન.8716 સાથે. મૃતકના પાંચ વર્ષ ત્રણ મહિના અને ચાર દિવસ પછી જીવીત હોવાની હકીકત રજૂ કરીને સિટી સર્વે ઓફિસમાં બોગસ અને બનાવટી રેકોર્ડ દાખલ કરી પાંચેય દીકરીઓના વારસાઇમાથી નામો હટાવી ઇરાદાપૂર્વક જમીન પડાવી લેવા જમીનમાં ગેરવર્તણૂક કરી હોવાની તા.22-1-2025 ના રોજ વડોદરા શહેર પોલીસ કમિશનર ને રજૂઆત કરવામાં આવી હતી તથા મુખ્યમંત્રી અને મહેસૂલ વિભાગમાં પણ અરજી સાથે રજૂઆત કરવામાં આવી હતી આ કેસમાં એન.આર.આઇ. સ્મિતાબેન સંજયભાઇ પટેલ તરફથી વકીલ પ્રશાંત વી ચાવડા દ્વારા તમામ જરૂરી પૂરાવાઓ, દસ્તાવેજો સાથે ગુજરાત હાઇકોર્ટમાં સમગ્ર મામલે ખોટા અને બનાવટી દસ્તાવેજો બનાવી ગુનો આચરવાના કેસમાં આરોપીઓ સામે એફ આઇ આર કરવા તથા અરજદાર સહિત તેઓની બહેનોના વારસામાં નામ મિલ્કતમાં ઉમેરવા અંગેની રજૂઆત કરવામાં આવી છે.

Most Popular

To Top