માનસા દેવી મંદિરમાં થયેલી નાસભાગમાં છ લોકોના મોત, 40 લોકો ઘાયલ થયા. આ ઘટના અફવાથી બની હતી. તાજેતરમાં જગન્નાથપુરીમાં બનેલી ઘટના અને બેંગલુરુમાં ઉજવણી દરમિયાન પણ કોઈ પાઠ શીખવા મળ્યો નથી. વહીવટીતંત્રે હંમેશા સતર્ક રહેવાની જરૂર છે. ધાર્મિક સ્થળોએ ઘટનાઓનો સિલસિલો અટકતો નથી. આવી ઘટનાઓ સામાન્ય રીતે ભીડભાડવાળી જગ્યાએ બને છે, પરંતુ સરકારે સુરક્ષા માટે વ્યવસ્થા કરવી જોઈએ. દર્શન માટેની સ્પર્ધા અને ગેરવહીવટને કારણે અકસ્માતો થાય છે. હાલમાં દર્શન માટે મંદિરોમાં પગ મૂકવાની પણ જગ્યા નથી. શ્રાવણ મહિનો ચાલુ છે. ભીડ વધશે, જ્યારે પોલીસ વહીવટીતંત્રે હજુ પણ વ્યવસ્થા પર ધ્યાન આપવું પડશે. અગાઉથી જ સાવચેતી તરીકે ધાર્મિક સ્થળોએ પોલીસ તૈનાત કરવી જોઈતી હતી. વિડંબના એ છે કે જે ધાર્મિક સ્થળોએ ભક્તો જીવનપર્યંત આશીર્વાદ મેળવવા જાય છે, તેઓ ફક્ત અકસ્માતોમાં જ મૃત્યુ પામે છે. ભક્તોની શ્રદ્ધા ડગમગી જાય છે. જો સરકાર ધ્યાન નહીં આપે, તો આવા લોકો ધાર્મિક સ્થળોએ અકસ્માતોમાં મરતા રહેશે.
સુરત – કાંતિલાલ માંડોત– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.