Madhya Gujarat

પરથમપૂરમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ 71.39 ટકા ફેર મતદાન

દાહોદ: સંતરામપુર તાલુકાના પરથમપુર ખાતે ચુસ્ત બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ વાતાવરણમાં ફેર મતદાન પૂર્ણ થયું હતું. ગ્રામજનોએ સવારથી જ શાંતિપૂર્ણ વાતાવરણમાં લાઈનો લગાવી પોતાનો કિંમતી વોટ આપ્યો હતો.

મહિસાગર જિલ્લામાં નિષ્પક્ષ, મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં લોકસભા ચૂંટણી માટે ચૂંટણીપંચના આદેશ મુજબ આજ રોજ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના 220 નંબર ના પરથમપુર ગામે ફરી મતદાન યોજાયું હતું. આજ સવારથી જ ગ્રામજનો ફરી એક વાર પોતાનો કિંમતી વોટ આપવા બુથ પર પહોંચી શાંતિપૂર્ણ વાતાવરણમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદાન કર્યું હતું.
પરથમપુર મતદાન મથક પર બુથકેપચરીગની ઘટના બાદ ચૂંટણી પંચ આ મતદાન મથક પર ફેરમતદાન આપ્યું હતું. ચુસ્ત કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ફેરમતદાન શાંતિપુર્ણ વાતાવરણમાં પૂર્ણ થયું હતું.
આ પરથમપુર મતદાન મથકમાં કુલ 1224 મતદારો નોંધાયા છે. જે પૈકી સવા ના સાત કલાક થી બપોરના એક વાગ્યા સુધીમાં 505 નું મતદાન થવા પામ્યું હતું. મતદાન મથક પર સવાર થી મતદારો ની લાઈન લાગેલી જોવાં મળતી હતી.
આ યોજાયેલ ફેરમતદાનમાં કુલ મતદાન 856 થયું છે.કુલ મતદારો 1224 હતાં.આ ફેરમતદાનમાં 71.39ટકા મતદાન થવા પામ્યું છે.
આ મતદાન મથક પર ઓબસર્વર, જિલ્લા ચુંટણીઅધિકારી, જિલ્લા કલેકટર , જીલ્લા પોલીસ અધિક્ષક અને એએસપી દ્વારા હાજર રહી ને મતદારો નિર્ભયરીતે મતદાન કરી શકે તે માટે.એસ.આર.પી ને પોલીસ બંદોબસ્ત ગોઠવી ને સતત મોનીટરીંગ કર્યું હતું.
ભાજપના ને કોંગ્રેસના દાહોદ બેઠક ના ઉમેદવારો પણ આ મતદાન મથક પર હાજર રહ્યા હતા.
મતદાન શાંતિપૂર્ણ રીતે ને કોઈ પણ પણ જાતના અનિચ્છનિય બનાવ બન્યા વગર પૂર્ણ થતાં તંત્રે હાશકારો અનુભવ્યો હતો.

Most Popular

To Top