ડભોઇ નગરની વૈષ્ણવ હવેલીઓમાં દરરોજ સાંજે સાજીના દર્શન છેલ્લા ત્રણ દિવસ થશે. શ્રાદ્ધપક્ષ ચાલતો હોવાથી નિત નવી સાંજી ભક્તજનો દ્વારા મંદિરના ચોકમાં બનાવવામાં આવે છે. આજ રોજ રંગોળીની સાજી બનાવવામાં આવી હતી. ગતરોજ ફૂલોની સાજી ના દર્શન થયા હતા છેલ્લા દિવસે એટલે કે બુધવારના રોજ અનાજ કઠોળની સાંજીના દર્શન સાંજે થશે.
ડભોઇ એટલે દર્ભાવતિ નગરી તરીકે વર્ષોથી ઓળખાય છે. આ નગરીમાં ૩ વૈષ્ણવ હવેલીઓ આવેલી હોવાથી વૈષ્ણવોની નગરી તરીકે પણ પ્રખ્યાત છે. આ નગરીમાં વિવિધ વિસ્તારોમાં વૈષ્ણવોના મંદિરો આવેલા છે. શ્રાદ્ધપક્ષમાં દરરોજ મોડી સાંજે વૈષ્ણવો હવેલીઓમાં સાંજીના અલગ અલગ દર્શન થાય છે તે કરવા માટે ઉમટી પડે છે.
હાલમાં ચાલી રહેલ શ્રાદ્ધ પક્ષના કારણે વૈષ્ણવ હવેલીઓમાં સાંજના ૭ કલાકે ભવ્ય સાંજીના દર્શન મુખ્યાજી દ્વારા ખુલ્લા મૂકવામાં આવે છે. મંદિરના ચોકમાં છેલ્લા ત્રણ દિવસ અલગ-અલગ સાંજી બનાવવામાં આવે છે. મંદિરના ચોકમાં ગત રોજ મોડી સાંજે ફૂલોની ભવ્ય મોટી સાંજી બનાવવામાં આવી હતી દર્શન ખુલતા પહેલાજ વૈષ્ણવજનો મંદિર ખાતે ઉમટી પડે છે. વર્ષમાં એક જ વાર આ સાંજીના દર્શન થતા હોવાથી તેનો લાભ લેવા વૈષ્ણવો અધીરા થઇ ઉઠે છે આ અમૂલ્ય દર્શનનો લ્હાવો લઇ વૈષ્ણવો ધન્યતા અનુભવતા જોવા મળે છે.
ડભોઇની વૈષ્ણવ હવેલીઓમાં શ્રાદ્ધ પક્ષે સાંજીના દર્શન
By
Posted on