Vadodara

અમૂલ દ્વારા 10 હજાર મેટ્રીક ટનથી વધુ ઓર્ગેનિક ફર્ટિલાઇઝરનું વેચાણ કરાયું

જીએફડીએના દરેક ડિલરને અમૂલ ઓર્ગેનિક ફોસ્ફોરીચ, રૂટેક્સ અને એનપીકે બેક્ટેરિયાની એક પેટી આપવામાં આવશે

અમૂલ ડેરી અને જીએફડીએના ડિલર મિત્રોનું અંબાજી ખાતે સંયુક્ત સંમેલન યોજાયું

(પ્રતિનિધિ) આણંદ તા.14

આણંદ અમૂલ ડેરી અને જીએફડીએના ડિલર મિત્રોનું સંયુક્ત સંમેલન અંબાજી ખાતે યોજાયું હતું. આ સંમેલનમાં અઢી વર્ષમાં 10 હજાર મેટ્રીક ટનથી વધુ ઓર્ગેનિક ફર્ટિલાઇઝરનું વેચાણ થયું હતું. જે આગામી દિવસોમાં 20 હજાર વેચાણ કરવા લક્ષ્યાંક રાખ્યો હતો.

અમૂલના 75 વર્ષની ઉજવણીના પ્રસંગે કેન્દ્ર સરકારના ગૃહ અને સહકારી મંત્રી અમિતભાઈ શાહના હસ્તે અમૂલ ઓર્ગેનિક ફર્ટિલાઇઝરનું લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. આ અઢી વર્ષમાં અમૂલ દ્વારા દસ હજાર મેટ્રીક ટનથી વધુ અમૂલ ઓર્ગેનિક ફર્ટિલાઇઝરનું વેચાણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આગામી દિવસોમાં 20 હજાર મેટ્રીક ટન વેચાણ કરવાનો લક્ષાંક છે. જેને અનુલક્ષી અંબાજી ખાતે ગુજરાત ફર્ટીલાઇઝર ડિલર એસોસીએશનના 150થી વધુ ડિલર મિત્રો સાથે સંમેલન યોજવામાં આવ્યું હતું.

આ સંમેલનમાં અમૂલ ઓર્ગેનિક ફર્ટિલાઇઝરની વિશેષતા વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હાલ અમૂલ ઓર્ગેનિક ફર્ટિલાઇઝરની આઠ જેટલી પેદાશો માર્કેટમાં ઉપલબ્ધ છે, જેને ખેડૂતોનો ઘણો સારો પ્રતિસાદ મળ્યો છે.  અંબાજી ખાતે ગુજરાત ફર્ટિલાઇઝર ડિલર એસોસીએશનના દોઢ સોથી વધુ ડિલર મિત્રો હાજર રહ્યાં હતાં. જેમાં અમૂલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર ડો. અમિત વ્યાસ, જીએફડીએના ચેરમેન કાંતિલાલ ગાલાની તથા ડિરેક્ટર હાજર રહ્યાં હતાં. આ સંમેલનમાં અમૂલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર ડો. અમિત વ્યાસના હસ્તે અન્ય મહાનુભાવોની હાજરીમાં અમૂલ ઓર્ગેનિક ફોસ્ફોરીચ અને અમૂલ ઓર્ગેનિક રૂટેક્સનું લોચીંગ કરવામાં આવ્યું હતું. આ સંમેલનનો મુખ્ય હેતુ ડિલરોને ખરીફ સીઝનનું પ્લાનીંગ અને ઓર્ગેનિક ખેતીના મહત્વની સમજ સાથે અમૂલ ઓર્ગેનિક ફર્ટિલાઈઝરની પેદાશો વિષે માહિતી આપવાનો હતો. આ સંમેલનમાં અંદાજીત 150થી વધુ ડિલરે ભાગ લીધો હતો. જેઓએ 2700 મેટ્રીક ટનથી વધુનો ઓર્ડર બુકીંગ કર્યો હતો.

અમૂલ ઓર્ગેનિક ફર્ટિલાઇઝરને ખેડૂતોનો ઘણો સારો પ્રતિસાદ મળ્યો છે, તે જોયા બાદ અમૂલ આવનાર વરસોમાં હજુ પણ વધુ આક્રમક રીતે ઓર્ગેનિક ફર્ટિલાઇઝરનો વ્યાપ વધારી ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન મળે તેવું આયોજન કરી રહ્યાં છે.  આ બેઠકમાં ચંદ્રેશ કોટેચા, અમિત વ્યાસ દ્વારા કરવામાં આવેલા આહેવાને બાહેંધરી આપી કે જીએફડીએના દરેક ડિલરને અમૂલ ઓર્ગેનિક ફોસ્ફોરીચ, ઓર્ગોનિક રૂટેક્સ અને એનપીકે બેક્ટેરિયાની એક – એક પેટી આપવામાં આવશે અને તેને ગુજરાત રાજયના દરેક ખેડૂત સુધી પહોંચાડવામાં આવશે. આ સંમેલન ખૂબ જ ઉત્સાહપૂર્વક પૂર્ણ થયેલા છે.

Most Popular

To Top