Vadodara

અનગઢ ગામ પાસે અકસ્માતમાં યુવકનું મોત થતા ઉશ્કેરાયેલા ટોળાએ ક્રેન સહિતના વાહનો સળગાવી દીધા

ગ્રામજનોએ રેલવેની કામગીરી સામે આક્રોશ સાથે વિરોધ નોંધાયો

નંદેસરી પોલીસે દોડી આવી ટોળાને વિખેરી આગળની કાર્યવાહી હાથ ધરી

પ્રતિનિધિ વડોદરા તા.11
નંદેસરી પોલીસ મથકની આવેલા અનગઢ ગામ પાસે અકસ્માત સર્જાતા એક આશાસ્પદ યુવકનું મોત નીપજયુ હતું. ગ્રામજનોના ઉશ્કેરાયેલા ટોળાએ રેલવેની કામગીરી સામે વિરોધ વ્યક્ત કર્યો હતો અને કરાયેલા ટોળાએ ક્રેન સહિતના વાહનોની તોડફોડ કરી આગ ચાપી દીધી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ગત મોડી રાત્રે અનગઢ ગામ થી દાજીપુરા ગામ જતા ૨૫ વર્ષીય અજીતસિંહ ગોહિલને નવાપુરા ગામ નજીક રેલવેના ગરનાળા પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં તેઓનું સ્થળ પર કરુણ મોત નિપજ્યું હતું. અકસ્માતની જાણ થતા જ નજીકના ગામના લોકોના સ્થળ પર દોડી આવ્યા હતા અને રેલવેની કામગીરીમાં ઉપયોગમાં આવતા ક્રેન સહિતના વાહનોની તોડફોડ કરીને આગ ચાપી દીધી હતી. ઘટનાની જાણ નંદેશરી પોલીસને થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ટોળાને વિખેરવાની કામગીરી શરૂ કરી હતી. બનાવ અંગે નંદેશરી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top