ભરૂચ, ઝઘડિયા: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી જાણે લીલો દુકાળ જોવા મળી રહ્યો છે. જેના પગલે નદીઓ અને ડેમો છલકાય ગયા છે. ત્યારે ઝઘડિયાના (Zagadiya )જરસાડ ગામમાંથી પણ 3 લોકો જીવના જોખમે પૂરના પાણી (Flood Waters) જોવા જતા હોવાનું સામે આવ્યું છે.ભરૂચના (Bharuch) ઝઘડિયામાં આવેલા જરસાડ ગામના 3 લોકોને (3people) પણ પૂરના પાણી જોવાનો ઉત્સાહ એટલો હતો કે, પોતાનો જીવ જોખમમાં (Life Threate) મૂકીને દોરડાની મદદથી પાણી પાર કરી રહ્યા છે.
3 લોકોનો વિડીયો વાયરલ
ગામડાંમાં ઇમરજન્સી માટે ગ્રામ પંચાયતને દોરડા આપવામાં આવે છે. જેની મદદથી આ ત્રણેય લોકો પૂરના પાણી જોવા માટે ગયા હતા. ખાડીના ધસમસતા પ્રવાહ વચ્ચેથી લોકો પસાર થતા નજરે ચડી રહ્યા છે. પાણીનો પ્રવાહ એટલો છે કે, જો કોઈના હાથ દોરડા પરથી છૂટે તો એક સેકન્ડનો સમય લીધા વગર પાણીના પ્રવાહમાં વહી જાય તેમ છે. તેમ છતાં આ લોકો દ્વારા દોરડાની મદદથી એક બાજુંથી બીજી બાજુ જવાનો સાહસ કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે. આ ઘટનાની જાણ પોલીસને થતાં તાત્કાલિક ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. અને ત્રણેય લોકોને પોલીસે કડક શબ્દોમાં બોલીને પરત બોલાવતાં ત્રણેય લોકો પરત ફર્યા હતા.
ભરૂચમાં નર્મદાનાં નીર પાછા વળવાની શરૂઆત
ભરૂચ: નર્મદા ડેમમાંથી છોડાતાં પાણીના પગલે ગુરુવારે ભરૂચમાં ગોલ્ડનબ્રિજ પાસે નદીની મહત્તમ સપાટી સવારે ૬ કલાકે ૨૭.૯૪ ફૂટ સુધી સ્પર્શી હતી.પૂરના પગલે ભરૂચ શહેરના કાંઠા વિસ્તારમાંથી ૪૧૮ અને અંકલેશ્વરના કાંઠાનાં ગામોમાંથી ૭૦૫નું મળી કુલ ૧૧૨૩ લોકોનાં સ્થળાંતર કરાવવાની તંત્રને ફરજ પડી હતી.
ઉપરવાસ મધ્યપ્રદેશમાં વરસાદનું જોર ઓછું
ઉપરવાસ મધ્યપ્રદેશમાં વરસાદનું જોર ઓછું થતાં અને પાણીનો પ્રવાહમાં મોટો ઘટાડો કરાતાં સરદાર સરોવર ડેમમાંથી નદીમાં હવે બે લાખ ક્યુસેક જેટલું પાણી ઓછું છોડાઈ રહ્યું છે. જેના કારણે ભરૂચ ગોલ્ડનબ્રિજ ખાતે નદીની સપાટી બપોરે ૧૨ કલાકે ઘટીને ૨૭.૫૬ ફૂટ નોંધાઇ છે.સવારે નર્મદાના પૂરના પાણી ભરૂચના દાંડિયા બજાર ખાતે સ્મશાનનાં પગથિયાં સુધી સ્પર્શી ગયાં હતાં.
પૂરના પાણીમાં બાથ ભીડવા અજાણ્યા યુવાને તેમાં ઝંપલાવ્યું
ફૂરજા બંદરે પૂરના પાણી શહેરમાં ૧૦૦થી ૨૦૦ મીટર સુધી આવી ગયા હતા. પૂરના પાણીમાં બાથ ભીડવા ફૂરજા બંદરે એક અજાણ્યા યુવાને તેમાં ઝંપલાવ્યું હતું કે પડ્યો હોવાની ઘટના બની હતી. ભરૂચ પાલિકાના ૪ ફાયર ફાઈટરોએ તેને બહાર કાઢી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જો કે, તેનું મોત થયું હતું. હવે ધીમે ધીમે પૂરનાં પાણી ઓસરતાં કાંઠાની પ્રજા અને તંત્રને રાહત સાંપડી રહી છે.