નવી દિલ્હી : ભારતીય ટીમના ઓલરાઉન્ડર યુસુફ પઠાણે શુક્રવારે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. ભારતીય ટીમ વતી 57 વન ડે અને 22 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમનારા યુસુફે સોશિયલ મીડિયા પર એક લાગણીશીલ પોસ્ટ લખીને પોતાની ક્રિકેટ કેરિયર પર પડદો પાડી દીધો હતો.
યુસુફે લખ્યું હતું કે હું મારા પરિવાર, મિત્રો, ચાહકો, ટીમો, કોચીસ અને સમગ્ર દેશના સમર્થન માટે હૃદયના ઉંડાણેથી આભાર માનું છું, મારા જીવનની આ ઇનિંગને અહીં જ પુરી કરવા માટેનો આ શ્રેષ્ઠ સમય છે, હું રમતના તમામ ફોર્મેટમાંથી સત્તાવાર નિવૃત્તિ જાહેર કરું છું. યુસુફ પઠાણે 2007ના ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં પાકિસ્તાન સામે ઇન્ટરનેશલ ક્રિકેટમાં ડેબ્યું કર્યું હતું. આ ઉપરાંત તે 2011માં રમાયેલા વન ડે વર્લ્ડકપની ભારતીય ટીમમાં સામેલ હતો. છેલ્લા ઘણાં સમયથી તે ટીમમાંથી આઉટ હતો. તેણે 2012માં પોતાની છેલ્લી વન ડે અને ટી-20 મેચ રમી હતી.
ફોર્મેટ | મેચ | રન | સર્વોચ્ચ | એવરેજ | 100 | 50 |
---|---|---|---|---|---|---|
વન ડે | 57 | 810 | 123* | 27.00 | 2 | 3 |
ટી-20 Is | 22 | 236 | 37* | 18.15 | 0 | 0 |
ફર્સ્ટક્લાસ | 100 | 4825 | 210* | 34.46 | 11 | 20 |
લિસ્ટ-એ | 199 | 4797 | 148 | 33.78 | 9 | 28 |
ટી-20 s | 274 | 4852 | 100 | 27.56 | 1 | 21 |
ફોર્મેટ | મેચ | વિકેટ | શ્રેષ્ઠ | ઇકોનોમી | 5વિકેટ | 10વિકેટ |
---|---|---|---|---|---|---|
વન ડે | 57 | 33 | 3/49 | 5.49 | 0 | 0 |
ટી-20 Is | 22 | 13 | 2/22 | 8.61 | 0 | 0 |
ફર્સ્ટક્લાસ | 100 | 201 | 6/40 | 2.94 | 14 | 2 |
લિસ્ટ-એ | 199 | 124 | 5/52 | 5.10 | 2 | 0 |
ટી-20 s | 274 | 99 | 4/10 | 7.63 | 0 | 0 |