સુરત: યુથ કોંગ્રેસ (Youth congress) સુરતના યુવા સભ્યો દ્વારા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM NarendraModi) જન્મદિવસે રાષ્ટ્રીય બેરોજગારી દિવસ (National Unemployment Day) ઉજવીને અનોખી રીતનો વરોધ પ્રદર્શિત કર્યો હતો.નાનપુરા (Nnpura) મક્કાઈ પુલ નજીકના રોડ ઉપર પકોડા તળીને યુવાઓને રોજગાર આપવાની માંગ કરી હતી.વિરોધના બેનર સાથે એકત્ર થયેલા યુવાઓએ સૂત્રોચાર કરીને રોષ વ્યક્ત કર્યો હતો.અને કેન્દ્ર સરકારને યુવાઓને રોજગાર આપવાની માંગણી કરી હતી.વર્તમાન સ્થિતિનમા દેશમાં બેરોજગારીનો આંક રેકોર્ડ બ્રેક કરી ગયો હોવાનું પણ કાર્યકરોએ જણાવ્યું હતું.
રાષ્ટ્રીય બેરોજગારી દિનની કરાઈ ઉજવણી
દેશમાં વધી રહેલ બેરોજગારીનું પ્રમાણ રેકોર્ડ બ્રેક બનતું ગયું છે.યુવાઓની સમસ્યા નું કોઈ નિરાકરણ નથી તેવું પણ કોંગ્રેસના કાર્યકરોએ જણાવ્યું હતું.આજે ભારતના વડપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિન છે ત્યારે યુવાઓ રોજગારની આશા આશા રાખે છે.ડિગ્રી હોવા છતાં પણ નોકરી નથી મળી રહી.ત્યારે યુવાઓને અને ઠાલા વચનો અને સહાનુભૂતિની જરૂર નથી યુવાઓને જો રોજગાર મળશે તો તેઓ દેશની ઉન્નતિમાં તેમનું યોગદાન આપી શકશે તેવું યુથ કોંગ્રેસના કાર્યકરોનું કહેવું હતું.ચોક બજાર ખાતેના મક્કાઈ પુલ નજીકના રસ્તા ઉપર બેસી જાહેરમાં પકોડા બનાવી રહેલા 17 જેટલા કાર્યકરોને પોલીસે ડિટેઇન કર્યા હતા.
દેશમાં યુવાઓ સતત બેરોજગાર બની રહ્યાં છે
યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ વિરોધ દેશમાં સતત યુવાઓ માં વ્યાપી ગયેલી બેરોજગારીને લઇને હતો.કાર્યકરોનું કહેવું હતું કે,વર્તમાન કેન્દ્ર સરકાર દ્વારા રોજગારને લગતી કોઈ પોલિસી અને યોજના જાહેર કરવામાં આવતી નથી જેને લઇને હાલ યુવાઓ પાસે રોજગાર નથી.બીજી તરફ બેરોજગારીને લઇ યુવાઓમાં આપઘાતના કિસ્સાઓ પણ સતત વધી રહ્યા છે.કાર્યકરો રસ્તા ઉપર બેસી જય કઢાઈમાં પકોડા તળી અને સુત્રોચાર કરીને વિરોધ પ્રદર્શિત કરી રહ્યા હતા.
પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
એનએસયુઆઈના ધરણા પ્રદર્શન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા અઠવાલાઇન્સ એમટીબી કોલેજ બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ સાથે જ કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શનમા પકોડા ભજીયા તળી વિરોધ કરવામા આવ્યો હતો.
નારેબાજી કરવામાં આવી
એનએસયુઆઇ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જ્યારથી કેન્દ્રમાં ભાજપની સરકાર આવી છે અને વડાપ્રધાન પદે નરેન્દ્ર ભાઈ મોદી આરુઢ થયા છે. ત્યારથી બેરોજગારીના દરમાં સતત વધારો નોંધાયો છે. યુવાનો રોજગારી માટે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, અને રસ્તાઓ પર આંદોલન કરી રહ્યા છે. તેમ છતાં સરકાર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેથી અમે આજે વિરોધ પ્રદર્શન કરીને સરકારની આંખ ખોલવા પ્રયત્ન કર્યો છે.