National

દિલ્હી મેટ્રોમાં કેજરીવાલને જાનથી મારી નાંખવાની ધમકી આપતો મેસેજ લખનાર યુવક પકડાયો

નવી દિલ્હી: દિલ્હી મેટ્રો સ્ટેશન (Delhi Metro Station) અને ટ્રેનની અંદર અરવિંદ કેજરીવાલને મારી નાંખવાની ધમકી આપતા મેસેજ લખનાર યુવકની ધરપકડ (Arrest) કરવામાં આવી છે. ધમકીભર્યા મેસેજ (Threatening message) લખતા આરોપીના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા.

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર દિલ્હી પોલીસની મેટ્રો યુનિટે આ મામલે એફઆઈઆર નોંધી હતી અને મામલાની તપાસ કરી રહી હતી. ધમકીભર્યા મેસેજ લખનાર આરોપીની ઓળખ સીસીટીવી ફૂટેજ દ્વારા કરવામાં આવી હતી. જેની દિલ્હી પોલીસની મેટ્રો યુનિટે ધરપકડ કરી છે.

આરોપીનું નામ અંકિત ગોયલ (32) છે અને તે બરેલીનો રહેવાસી છે. તે પોતાના ઘરની નોંધણી કરાવવા માટે બરેલીથી ગ્રેટર નોઈડા આવ્યો હતો. આરોપીની માનસિક સ્થિતિ સારી ન હોવાનું જણાય છે, જો કે મેડિકલ તપાસ બાદ જ આ વાતની પુષ્ટિ થઈ શકશે.

ગ્રેટર નોઈડામાં અંકિત એક ફાઈવ સ્ટાર હોટલમાં રોકાયો હતો અને દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરતી વખતે તેણે કેજરીવાલને ધમકીભર્યા મેસેજ લખ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ ધમકી લખનાર વ્યક્તિ ઉચ્ચ શિક્ષિત છે અને એક જાણીતી બેંકમાં નોકરી કરે છે. તે કોઈપણ રાજકીય પક્ષ સાથે જોડાયેલો નથી.

19 મેના રોજ પટેલ નગર અને રાજીવ ચોક મેટ્રો સ્ટેશન પર અને ટ્રેનના કોચમાં કેજરીવાલ વિરુદ્ધ અંગ્રેજીમાં ધમકીભર્યા મેસેજ લખવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીએ આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને ભાજપ અને પીએમઓ પર કેજરીવાલની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો હતો. દિલ્હી પોલીસની મેટ્રો યુનિટે આ મામલે એફઆઈઆર નોંધી હતી અને સમગ્ર મામલાની તપાસ હાથ ધરી હતી. ધમકીભર્યા મેસેજ લખનાર આરોપીની ઓળખ સીસીટીવી ફૂટેજ દ્વારા કરવામાં આવી હતી.

પોલીસે પટેલ નગર, રમેશ નગર અને રાજીવ ચોક મેટ્રો સ્ટેશનોમાંથી સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા અને તપાસ બાદ તે વ્યક્તિની ઓળખ થઈ હતી. આ સિવાય મેટ્રો ટ્રેનની અંદર અને કેજરીવાલને ટાર્ગેટ કરતા સ્ટેશનો પર લખેલા અનેક મેસેજની તસવીરો ઈન્સ્ટાગ્રામ હેન્ડલ @ankit.goel_91 પર શેર કરવામાં આવી હતી.

મેટ્રો કોચની અંદર એક ધમકીભર્યો મેસેજ લખવામાં આવ્યો હતો કે, ‘કેજરીવાલ મહેરબાની કરીને દિલ્હી છોડી દો નહીંતર ચૂંટણી પહેલા તમને એ ત્રણ થપ્પડ ફરી યાદ આવશે જે તમે ચૂંટણી પહેલા મરાવડાવ્યા હતા. આ વખતે ખરી થપ્પડ તમને જલ્દી પડશે. ઝંડેવાલનમાં આજની બેઠક થશે.

Most Popular

To Top