SURAT

ચાલતી ટ્રેનમાંથી યુવકને ધક્કો, હોળીની ભીડમાં સુરક્ષા વ્યવસ્થાનો ભંગ

સુરતથી બિહાર જતી ટ્રેનમાં ઘટના, રેલવે તંત્ર પર ઊભા થયા ગંભીર પ્રશ્નો ? સુરત શહેરમાંથી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ચાલતી ટ્રેનમાંથી એક યુવકને ધક્કો મારી નીચે ફેંકી દેવાતા તે ગંભીર રીતે ઘાયલ થયો છે.યુવક હજીરા વિસ્તારનો રહેવાસી છે યુવક નુ નામ ધીરજ પાસવાન છે હોળીનો પર્વ પોતાના પરિવાર સાથે ઉજવવા માટે તે સુરત નાં ઉધના રેલવે સ્ટેશન પરથી બિહાર જતી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો. તેની સાથે તેનો પરિવાર પણ હતો ,હોળીના તહેવારને લઈને ટ્રેનમાં ભારે ભીડ જોવા મળી રહી હતી. આ દરમિયાન કોઈ અજાણ્યા મુસાફરે ચાલતી ટ્રેનમાંથી ધીરજ પાસવાનને ધક્કો માર્યો હોવાનો ગંભીર આરોપ સામે આવ્યા છે.ધક્કો લાગતા જ યુવક સંતુલન ગુમાવી રેલવે ટ્રેક પર નીચે ફટકાયો હતો. ઘટનામાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આસપાસના મુસાફરો અને સ્થાનિકોની મદદથી યુવકને તાત્કાલિક સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.

ઘટના બાદ યુવકે રેલવે પોલીસ સામે ગંભીર આરોપો કર્યા છે. યુવકનો આક્ષેપ છે કે હોળીના તહેવારને ધ્યાનમાં લઈને ટ્રેનોમાં ભારે ભીડ હોવા છતાં રેલવે તંત્ર અને પોલીસ દ્વારા કોઈ યોગ્ય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી નથી. પ્લેટફોર્મ તેમજ ટ્રેનમાં પોલીસ સ્ટાફની ગેરહાજરીને કારણે મુસાફરોની સલામતી જોખમમાં મુકાઈ હોવાનું તેણે જણાવ્યું છે.હોળીના પર્વને કારણે ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં દર વર્ષે ભારે ભીડ જોવા મળે છે, પરંતુ આ ભીડ વચ્ચે મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવી રેલવે તંત્રની જવાબદારી છે. આ ઘટનાએ ફરી એક વખત રેલવે સુરક્ષા વ્યવસ્થાઓ પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.હાલ રેલવે પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને આરોપી અજાણ્યા મુસાફરની શોધખોળ હાથ ધરવામાં આવી છે. હવે જોવાનું રહેશે કે આ ઘટનામાં જવાબદાર સામે શું કાર્યવાહી કરવામાં આવે છે.

Most Popular

To Top