સુરત: સુરતમાંથી (Surat) વધુ એક આપઘાતના (Suicide) સમાચાર (News) સામે આવ્યા છે. બિહારથી (Bihar) રોજગારી (Employment) મેળવવા સુરત આવેલા યુવકે નજીવા કારણે આપઘાત કરી લેતા પરિવારનો (Family) શોકમાં ગરકાવ થયો છે.
મૃતક આશિક સચિન (Sachin) ઉન પાટિયા આસમા નગર ખાતે રહેતો હતો અને સિલાઈકામ કરતો હતો. જેમાં હાથ ન બેસતા માનસિક તાણમાં (Depression) આપઘાત કરી લીધો હોવાની આશંકા છે. પોલીસે પોસ્ટમોર્ટમની (Postmortem) દીશામાં કામગીરી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મૃતક મોહમદ આશિક આલમ બિહારથી સુરત રોજગારીની શોધમાં આવ્યો હતો. અને સુરત આવી ભાઇ સાથે સિલાઈનું કામ શરુ કર્યુ હતું. પાછલા એક વર્ષથી આલમ સિલાઈ કામ કારી રહ્યો હતો, પરંતુ કામમાં મન નહીં લાગતા અને સિલાઈ કામ પર હાથ નહીં બેસતા યુવકે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાની આશંકા છે.
મૃતકના મોટાભાઈના જણાવ્યા અનુસાર યુવક મંગળવારે બપોરે દુકાનથી અચાનક ઘરે જવા નીકળી ગયો હતો. ત્યારબાદ સાંજે ઘરમાંથી પંખા ઉપર લટકતી હાલતમાં મળી આવતા આશ્ચર્ય થયું હતું. તેમજ તરત પરીવારને ઘટનાની જાણ કરવામાં આવી હતી.
મૃતકના ભાઈએ જણાવ્યુ હતુ કે, આશીક 10 ભાઈ-બહેનમાં માતા-પિતાનો સૌથી નાનો ભાઈ હતો અને પરીવારનો લાડકો હતો. જેથી તેની સુરત ભાઈઓ પાસે આવવાની જીદ પણ માતા-પિતાએ પુરી કરી હતી. સુરત આવ્યા બાદ ભાઈઓ સાથે કામ કરવાની ઈચ્છા પણ આશિક આલમની જ હતી. ત્યારે સુરત આવી સિલાય કામની ઈચ્છા ભાઇઓએ પુરી કરી હતી.
મંગળવારની બપોરે અચાનક કહ્યા વગર આશીક દુકાનથી ઘરે જતો રહ્યો હતો. ત્યારબાદ કોઈને કલ્પના પણ ન હોય એ રીતે આપઘાત કરેલી હાલતમાં મળી આવ્યો હતો. હાલ સચીન પોલીસે પોસ્ટ મોર્ટમની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે.
વધુમાં પરિવારે જણાવ્યું હતું કે, 6 ભાઈ અને 4 બહેનોમાં મોહમદ આશિક આલમ સૌથી નાનો ભાઈ હતો. એક વર્ષ પહેલા જ વતન બિહારથી સુરત રોજગારીની શોધમાં આવ્યો હતો. બે ભાઈઓ સિલાઈ કામ કરી વતનમાં રહેતા માતા-પિતાને આર્થિક રીતે મદદરૂપ થતા હતા. પરિણામે આજ સરળ રસ્તો સમજી આશિક પણ સિલાયનું કામ કરવા લાગ્યો હતો. આશિકના આવ્યા બાદ મદદ મળતા ભાઈઓને થોડી ખુશી થઈ રહી હતી. પરંતુ એક વર્ષમાં આશિક આલમે આવું પગલુ ભરતા પરીવારના સભ્યો શોકમાં સરી ગયા છે.