નવી દિલ્હી: અયોધ્યા ગેંગ રેપ કેસમાં (Ayodhya Rape Case) સીએમ યોગીએ મોટી કાર્યવાહી હાથ ધરવાનો નિર્ણય લીધો હતો અને સૌથી પહેલા તો પોલીસ ચોકીના ઈન્ચાર્જ અને પોલીસ સ્ટેશન હેડને સસ્પેન્ડ (Suspend) કરવામાં આવ્યા હતા, જ્યારે આ ગેંગ રેપ કેસના (Rape case) મુખ્ય આરોપી અને સપા નેતા મોઈદ ખાનના ઘરને પણ બુલડોઝ (Bulldoze) કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
યોગી સરકારના એક્શનની વિસ્તૃત માહિતી મુજબ અયોધ્યામાં એક કિશોરીના ગેંગ રેપ કેસના મુખ્ય આરોપી અને સપા નેતા મોઇદ ખાનની મિલકતો પર બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી છે.આ સાથે જ ભાદરસામાં એવન બેકરીના નામે મોઈદ ખાનની બેકરી છે. જ્યાં ફૂડ સેફ્ટીના ડેપ્યુટી કમિશનરે અયોધ્યા ગેંગ રેપના મુખ્ય આરોપી સપા નેતા મોઈદ ખાનની બેકરી પર દરોડા પાડ્યા હતા અને તેની બેકરીમાં બનેલી વસ્તુઓની તપાસ કરવામાં આવી હતી.
આ છે સમગ્ર મામલો
અસલમાં સમાજવાદી પાર્ટીના નેતા મોઈદ ખાન અને તેના નોકર રાજુ ખાને ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લાના પુરા કલંદરની એક 12 વર્ષની છોકરીને લલચાવી તેને ડ્રગ્સ આપી તેના પર દુષ્કર્મ આચર્યું હતું, અને આ ઘટનાનો વીડિયો બનાવી કિશોરીનું બે મહિના સુધી યૌન શોષણ કર્યું હતું.
ઘટનાની જાણ થતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પીડિતાની માતાને મળ્યા હતા, ત્યાર બાદ અયોધ્યામાં કાર્યવાહી શરૂ થઈ ગઈ હતી. કાર્યવાહીના ભાગ રૂપે સીએમ યોગીએ પુરાકલંદર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રતન શર્મા અને ભાદરસા ચોકીના ઈન્ચાર્જ અખિલેશ ગુપ્તા બંનેને સસ્પેન્ડ કરી દીધા હતા. તેમના પર ઘટના પછી તાત્કાલિક પગલાં ન લેવાનો અને કલાકો સુધી કેસ દાખલ કરવામાં વિલંબ કરવાનો આરોપ છે.
પીડિત બાળકીની માતાએ આ ઘટના અંગે મુખ્યમંત્રીને જાણ કરી હતી. ત્યારે પોલીસ કર્મચારીઓની સામે કાર્યવાહી બાદ રેપ કેસના મુખ્ય આરોપી મોઈદ ખાનની સંપત્તિની પણ તપાસ શરૂ થઈ ગઈ છે. મોઇદ ખાન પર તળાવ અને સરકારી જમીન પર ગેરકાયદે કબજો કરવાનો આરોપ છે.
તેમને ફાંસીની સજા થવી જોઈએઃ પીડિત કિશોરીની માતા
કિશોરીની માતાના કહેવા પ્રમાણે, “રાજુ અને મોઈદે કિશોરીનો વીડિયો બનાવ્યો હતો, અને બે મહિના પછી જ્યારે દીકરીને પૂછ્યું શું થયું? ત્યારે તેણીએ કહ્યું કે રાજુ અને મોઈદે આવું (રેપ) કર્યુ છે. ઘટનાની જાણ બાદ જ્યારે ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે કિશોરી બે મહિનાથી ગર્ભવતી છે. જાણ બાદ જ્યારે હું પોલીસ સ્ટેશન ગઇ ત્યારે ત્યાં કોઈએ મારી ફરિયાદ સાંભળી નહીં. તેમજ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ તેનું (મોઈદ) નામ કાઢી નાખ્યું અને રાજુનું નામ ફરિયાદમાં લખ્યું. આરોપીઓને ફાંસી આપવી જોઈએ.