ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર (Former Indian cricket) અને 1983 ની વિશ્વ વિજેતા ટીમ (World cup winner team India)નો ભાગ એવા યશપાલ શર્મા (Yashpal sharma)નું નિધન થયું છે. યશપાલ શર્માનું મંગળવારે સવારે હાર્ટ એટેક (Heart attack)ને કારણે અવસાન થયું હતું. યશપાલ શર્માની ઉંમર 66 વર્ષ હતી. ત્યારે આ આઘાત આપતા સમાચારથી સોસ્યલ મીડિયામાં પણ સોપો પડી ગયો હતો. પીએમ મોદી (PM Modi) ફેન પેજે ટ્વીટ કરીને કહ્યું કે” ખૂબ જ ચોંકાવનારા સમાચાર છે કે પૂર્વ ભારતીય ક્રિકેટર # યશપાલશર્માનું નિધન થયું જે 1983 ની વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય હતા. પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર શેહવાગે (Virendra shevag) પણ શોક વ્યક્ત કર્યો હતો.
યશપાલ શર્મા મૂળ પંજાબના હતા, તેમનો જન્મ 11 ઓગસ્ટ 1954 માં થયો હતો. પંજાબ સ્કૂલ તરફથી રમતા, યશપાલ શર્માએ 260 રનનો પર્વત સ્કોર બનાવ્યો હતો, ત્યારબાદ તે સતત હેડલાઇન્સમાં રહ્યા હતા. યશપાલ શર્માએ 1978 માં વનડે ડેબ્યૂ કર્યું હતું અને 1985 માં તેની છેલ્લી વનડે મેચ રમી હતી. યશપાલ શર્માએ ભારત તરફથી કુલ 37 ટેસ્ટ મેચ રમી હતી, જેમાં તેમણે 34 ની સરેરાશથી 1606 રન બનાવ્યા હતા. તે જ સમયે, યશપાલ શર્માએ કુલ 42 વનડે મેચમાં 883 રન બનાવ્યા હતા. 1983 ના વર્લ્ડ કપ પછી, યશપાલ શર્માની કારકિર્દી ઉતાર પર જવાની શરૂઆત થઈ. નબળા પ્રદર્શનને કારણે યશપાલ શર્માને પ્રથમ ટેસ્ટ ટીમમાંથી બહાર કરાયા હતા, ત્યારબાદ તે વનડેમાં પણ વાપસી કરી શક્યા ન હતા.
સાથી ખેલાડીઓએ યશપાલને યાદ કર્યા …
વિશ્વ વિજેતા ટીમમાં યશપાલ શર્મા સાથે રમનારા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મદનલાલે તેના સાથી ખેલાડીના અવસાન પર કહ્યું હતું કે તે વિશ્વાસ કરી શકશે નહીં કે આ બન્યું છે. અમે રમતની શરૂઆત પંજાબથી કરી, પછી અમે વર્લ્ડ કપમાં સાથે રમ્યા. મદનલાલે કહ્યું કે કપિલ દેવ અને ટીમના અન્ય સભ્યોની પણ વાત કરવામાં આવી છે, આ સમાચારથી દરેક આશ્ચર્યમાં છે. યશપાલ શર્મા પાછળ પત્ની, ત્રણ સંતાનો છે. યશપાલ શર્માનાં બાળકો વિદેશમાં અભ્યાસ કરે છે. યશપાલ શર્મા ભારતીય ક્રિકેટ ટીમના રાષ્ટ્રીય પસંદગીકાર પણ રહી ચૂક્યા છે.
પૂર્વ ક્રિકેટર કીર્તિ આઝાદે કહ્યું કે આજે અમારું કુટુંબ તૂટી ગયું છે, યશપાલ શર્માએ 1983 ના વર્લ્ડ કપના વિજયનો એજન્ડા નક્કી કર્યો હતો. અમે 25 જૂને મળ્યા હતા, ત્યારબાદ તે ખૂબ જ ખુશ હતા. તે અમારી ટીમમાં સૌથી યોગ્ય ખેલાડીઓમાંના એક હતા. કીર્તિ આઝાદના કહેવા મુજબ, આજે સવારે મોર્નિંગ વોકથી પરત ફર્યા ત્યારે તેમને છાતીમાં દુખાવો થયો હતો. તે પછી તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતો.
યશપાલ શર્મા એ ટીમનો મહત્વપૂર્ણ ભાગ હતા જેણે વર્ષ 1983 માં વર્લ્ડ કપ જીત્યો. યશપાલ શર્માએ વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડીઝ સામે રમાયેલી પ્રથમ મેચમાં 89 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી, જેમાં ટીમ ઈન્ડિયા જીતી ગઈ હતી. આ ઉપરાંત યશપાલ શર્માએ સેમિફાઇનલમાં પણ 61 રન બનાવ્યા હતા, જ્યારે ભારતે ઇંગ્લેન્ડને પરાજિત કર્યું હતું.