Entertainment

યામી ગૌતમના ધરે ટુંક સમયમાં કિલકારીઓ ગુંજશે, ફિલ્મ નિર્માતા-પતિ આદિત્ય ધર અને યામીએ પુષ્ટિ કરી

નવી દિલ્હીઃ અભિનેત્રી યામી ગૌતમ (Yami Gautam) તેણીની આગામી ફિલ્મ ‘આર્ટિકલ 370’ને લઈને ચર્ચામાં છે. ફિલ્મનું ઓફિશિયલ ટ્રેલર (Official trailer) આજે ગુરૂવારે લોન્ચ (Launch) કરવામાં આવ્યું હતું. આ સમયે અભિનેત્રી યામી ગૌતમ અને તેના ફિલ્મ નિર્માતા-પતિ આદિત્ય ધરે ગુરુવારે પુષ્ટિ કરી હતી કે તેઓ તેમના પ્રથમ બાળકની અપેક્ષા રાખી રહ્યા છે. ધર અને ગૌતમે તેમની આગામી ફિલ્મ ‘આર્ટિકલ 370’ના ટ્રેલર લોંચ ઈવેન્ટમાં આ સમાચાર શેર કર્યા હતા. દિગ્દર્શકે આ ફિલ્મને પારિવારિક ઘટના ગણાવી હતી.

અભિનેત્રી પોતાના પતિ આદિત્ય ધર સાથે ઇવેન્ટમાં પહોંચી હતી. જ્યાં તેણીને જોઈને કેટલાક લોકો ખુશ થઈ ગયા તો કેટલાક આશ્ચર્યચકિત (Stunned) થઈ ગયા હતા. કારણ કે આ પહેલીવાર છે જ્યારે અભિનેત્રીનું બેબી બમ્પ (Babybump) દેખાયુ હતું. યામી ગૌતમ અને આદિત્ય ધર બંને જલ્દી માતા-પિતા બનવાના છે. યામી સાડા પાંચ મહિનાની ગર્ભવતી છે. જ્યારથી યામીને તેણીની પ્રેગ્નન્સી વિશે ખબર પડી છે ત્યારથી જ તેણી ખૂબ જ ખુશ છે. યામીની ડિલિવરી મે મહિનામાં થવાની છે. પરંતુ પરિવાર અત્યાર સુધી બધું છુપાવી રહ્યું હતું. યામી ગૌતમ અને તેના પતિ આદિત્ય ધરને એક ફંક્શનમાં સ્પોટ કરવામાં આવ્યા હતા. તેમજ એક વાતે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. યામીએ તેના બ્રાઇટ પિંક આઉટફિટનો દુપટ્ટો તેના પેટ પાસે રાખ્યો હતો.

યામી ગૌતમ અને આદિત્ય ધરની લવ સ્ટોરી
યામી ગૌતમ અને આદિત્ય ધરે 2019ની એક્શન થ્રિલર ફિલ્મ ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક’માં સાથે કામ કર્યું હતું. ત્યાર બાદ બંનેએ ડેટિંગ કરવાનું શરૂ કર્યું હતું. તેમજ આખરે 4 જૂન 2021ના રોજ બંનેએ લગ્ન કરી લીધા હતા. ત્યાર બાદ લગ્ન બાદ અભિનેત્રીએ પોતાનું નામ બદલીને યામી ગૌતમ ધર કરી નાખ્યું હતું.

યામી ગૌતમ એ કેટલીક અભિનેત્રીઓમાંની એક છે જે સરળતાથી ટેલિવિઝનથી મોટા પડદા પર આવી ગઈ હતી. આટલા વર્ષોમાં તેણે ‘વિકી ડોનર’ અને ‘ઊરી’ જેવી ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. હાલમાં જ તે અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠી સાથે ફિલ્મ ‘ઓએમજી 2’માં જોવા મળી હતી.

Most Popular

To Top