World

બ્રિક્સ સમિટમાં શી જિનપિંગનો બ્રેક, પુતિન અને ઈરાનના રાષ્ટ્રપતિ પણ ગેરહાજર

બ્રાઝિલમાં શરૂ થયેલી બ્રિક્સ સમિટમાં ચીન, રશિયા અને ઈરાનના વડા નેતાઓ ગેરહાજર રહ્યા છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, જે 2013 પછી સતત બ્રિક્સ સમિટમાં હાજર રહ્યાં હતા, આ વખતે પહેલી વાર સમિટમાં આવ્યા નથી. તેમના સ્થાને ચીનના વડા પ્રધાન લી કેકિયાંગ ભાગ લઈ રહ્યા છે.

ચીનના શી જિનપિંગે છેલ્લા ઘણા વર્ષોથી પશ્ચિમી વર્ચસ્વના વિકલ્પ તરીકે બ્રિક્સનું નિર્માણ કરવાનો પ્રયાસ કર્યો છે.પરંતુ હાલના સમયમાં ચીન આર્થિક મંદી અને આંતરિક પડકારોનો સામનો કરી રહ્યું છે. સાથે જ, આગામી રાજકીય પરિષદને લઈ વ્યસ્તતા પણ એક મોટું કારણ હોવાનો અંદાજ છે.

જિનપિંગની ગેરહાજરી બ્રાઝિલ માટે આંચકો નથી:
હોંગકોંગ યુનિવર્સિટીના પ્રોફેસર બ્રાયન વોંગનું માનવું છે કે શી જિનપિંગની ગેરહાજરીને બ્રિક્સથી દૂર જવાનો સંકેત ન માનવો જોઈએ. આ બ્રાઝિલ માટે પણ કોઈ મોટો આંચકો નથી કારણ કે 2024માં જિનપિંગ અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વા વચ્ચે અનેક મુલાકાતો થઈ ચૂકી છે અને સહકાર કરાર પણ થયા છે.

વ્લાદિમીર પુતિન પણ ફિઝીકલ હાજર નહીં રહે:
રશિયન રાષ્ટ્રપતિ પુતિન સમિટમાં વિડીયો લિંક દ્વારા જોડાશે. 2023માં દક્ષિણ આફ્રિકામાં યોજાયેલી સમિટમાં પણ તેમણે વર્ચ્યુઅલી હાજરી આપી હતી. કારણ એ છે કે બ્રાઝિલ આંતરરાષ્ટ્રીય ગુનાહિત અદાલત (ICC)નો સભ્ય છે અને પુતિન સામે ધરપકડનો વોરંટ છે, જે યુક્રેન યુદ્ધમાં કથિત યુદ્ધ ગુનાઓ સાથે સંબંધિત છે.

ઈરાનના નવા રાષ્ટ્રપતિ પણ રહ્યા ગેરહાજર:
ઈરાનના નવા રાષ્ટ્રપતિ મસૂદ પઝાશ્કિયન પણ સમિટમાં આવ્યા નથી. તેમની જગ્યાએ વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી સમિટમાં ભાગ લઈ રહ્યા છે. માનવામાં આવે છે કે ઈઝરાયલ સાથે તાજેતરના યુદ્ધ પછી દેશની આંતરિક સ્થિતિને ધ્યાનમાં રાખી તેઓએ પોતાની હાજરી મોકૂફ રાખી છે.

Most Popular

To Top