Sports

WTC થઇ ગયું એલાન: જો ટિમ ઇન્ડિયા મારશે બાજી તો કરોડોનું પુરષ્કાર

દુબઇ : ટીમ ઇન્ડિયા (INDIAN CRICKET TEAM) અને ન્યુઝીલેન્ડ (NEW ZELAND) વચ્ચે રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલ (FINAL) આડે હવે માંડ ચાર દિવસનો સમય રહ્યો છે. 18 થી 22 જૂન દરમિયાન રમાનારી આ ફાઇનલ માટે બંને ટીમ ઇંગ્લેન્ડમાં છે અને પોતાની તૈયારીને મજબૂત કરવામાં જોતરાયેલી છે.

આઇસીસીએ જાહેરાત કરી છે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતનારી ટીમને ઇનામ તરીકે 1.6 મિલિયન ડોલર અર્થાત અંદાજે રૂ. 12 કરોડ મળશે, જ્યારે રનર્સ અપ ટીમને 0.8 મિલિયન ડોલર અર્થાત અંદાજે રૂ. 6 કરોડ મળશે. આઇસીસીના સીઇઓ જ્યોફ એલાર્ડિસે જાહેર કર્યું હતું કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ દરમિયાન કુલ ઇનામી રકમ 2.4 મિલિયન ડોલર અર્થાત રૂ. 18 કરોડ રહેશે. જો આ ટેસ્ટ ડ્રો રહેશે તો બંને ટીમ વચ્ચે આ કુલ ઇનામી રકમ અડધી અડધી 1.2-1.2 મિલિયન ડોલર અર્થાત રૂ. 9-9 કરોડ તરીકે વહેંચી દેવાશે.

આઇસીસીના મતે, જો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ ડ્રોમાં સમાપ્ત થાય છે, તો કુલ રકમ બંને ટીમો વચ્ચે સમાનરૂપે વહેંચવામાં આવશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના પોઇન્ટ ટેબલમાં ત્રીજી ક્રમાંકિત ટીમને આશરે 4 કરોડ રૂપિયા મળશે. તે જ સમયે, ચોથા સ્થાને રાખવામાં આવેલી ટીમને આશરે 2.5 કરોડ રૂપિયા આપવામાં આવશે. ઘરેલુ ટેસ્ટ શ્રેણીમાં ઈંગ્લેન્ડને પરાજિત કર્યા બાદ ભારતે ફાઈનલમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું, જ્યારે દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ સિરીઝ રદ થયા બાદ ન્યુઝીલેન્ડની ટીમને સીધો અંતિમ પ્રવેશ મળ્યો હતો.

ઇન્ટ્રા સ્કવોડ મેચમાં ભારતીય બેટ્સમેન ઘણા સારા દેખાઈ રહ્યા છે. તે જ સમયે, કિવિ ટીમે તાજેતરમાં ઇંગ્લેન્ડ સામેની બે મેચની ટેસ્ટ સિરીઝને 1-0થી જીતીને બતાવ્યુ હતું કે તે અંતિમ મેચ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ જીત્યા બાદ ન્યુઝીલેન્ડે ભારતને પાછળ છોડી દીધું છે અને આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ટોચ પર પહોંચ્યું છે. ચાહકો અપેક્ષા રાખી રહ્યા છે કે બંને ટીમોની મજબૂત બેટિંગ અને બોલિંગ એટેકને ધ્યાનમાં રાખીને અંતિમ મેચ ખૂબ જ રોમાંચક રહેશે. 

જૂન મહિના દરમિયાન ઇંગ્લેન્ડમાં ઘણો વરસાદ પડે છે. સાઉધેમ્પ્ટનમાં પણ મેચ દરમિયાન વરસાદ વિઘ્ન નાંખતો હોવાનું હંમેશા જોવા મળે છે. આ સ્થિતિમાં આઇસીસીએ ડબલ્યુટીસી ફાઇનલ માટે રિઝર્વ ડે રાખ્યો છે. જો પાંચ દિવસમાં પરિણામ ન આવે તો રિઝર્વ ડેને ઉપયોગમાં લેવાશે. જો કે એ દિવસમાં પણ પરિણામ ન આવે તો પછી બંને ટીમને સંયુકત વિજેતા જાહેર કરવામાં આવશે.

Most Popular

To Top