Sports

WPLમાં મુંબઈ ઈન્ડિયન્સની સતત બીજી જીત

મુંબઇ: મહિલા પ્રીમિયર લીગમાં (WPL) આજે અહીં રમાયેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમની બેટરો પોતાની સારી શરૂઆતને મોટી ઇનિંગમાં ન ફેરવી શકતાં તેમની ટીમ 18.4 ઓવરમાં 155 રને ઓલઆઉટ (All Outt) થતાં મળેલા 156 રનના લક્ષ્યાંકને મુંબઇ ઇન્ડિયન્સે (MI) હેલી મેથ્યૂઝની નોટઆઉટ 77 અને નેટ સ્કીવર બ્રન્ટની નોટઆઉટ 55 રનની ઇનિંગ અને બંને વચ્ચેની 56 બોલમાં 114 રનની નોટઆઉટ ભાગીદારીની મદદથી 14.2 ઓવરમાં જ 1 વિકેટે 159 રન કરીને મેચ 9 વિકેટે જીતી લીધી હતી. મુંબઇની આ સતત બીજી જીત રહી હતી.

  • ટોસ જીતીને આરસીબીએ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો ઓપનર સ્મૃતિ મંધાના અને સોફી ડિવાઈને ઝડપી શરૂઆત કરી હતી
  • સારી શરૂઆત બાદ લથડેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ 155 રનમાં ઓલઆઉટ થઇ
  • હેલી મેથ્યૂઝના ઓલરાઉન્ડ પ્રદર્શનની મદદથી મુંબઇએ આરસીબીને 9 વિકેટે હરાવ્યું

આ પહેલા ટોસ જીતીને આરસીબીએ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો ઓપનર સ્મૃતિ મંધાના અને સોફી ડિવાઈને ઝડપી શરૂઆત કરી હતી જો કે તે પછી ઝડપથી વિકેટો ગુમાવવાના કારણે તેમનો સ્કોર 5 વિકેટે 71 રન થયો હતો. એક સમયે ટીમે ચાર ઓવરમાં વિના નુકસાન 35 રન બનાવી લીધા હતા, પરંતુ 39 રનના સ્કોર પર સોફી ડિવાઈનની વિકેટ ગુમાવ્યા બાદ ટીમની વિકેટો પડવા લાગી હતી. બેંગલુરુએ આગળના ચાર રન બનાવતાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. સ્મૃતિ મંધાના 23, સોફી ડિવાઈન 16, દિશા કાસત શૂન્ય અને હીથર નાઈટ શૂન્ય રને આઉટ થઈ હતી. જો કે ઋચા ઘોષના 28, શ્રેયંકા પાટીલના 23 અને કનિકા આહુજાના 22 રનની મદદથી આરસીબી 155 રન સુધી પહોંચી શક્યું હતું. મુંબઇ વતી હેલી મેથ્યુઝે 3 જ્યારે સાયકા ઈશાક અને એમેલિયા કેરે 2-2 અને પૂજા વસ્ત્રાકર તેમજ નતાલી સ્કીવરે એક-એક વિકેટ લીધી હતી.

Most Popular

To Top