Sports

વર્લ્ડ જૂનિયર સ્વીમીંગની ફાઇનલમાં પહોંચનારા અપેક્ષા પહેલી ભારતીય મહિલા બની

નવી દિલ્હી : અપેક્ષા ફર્નાન્ડિસ વર્લ્ડ જુનિયર સ્વિમિંગ ચેમ્પિયનશિપની (World Junior Swimming Championships) ફાઇનલમાં (Final) પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા સ્વીમર બની છે. પેરુના લીમામાં ચાલી રહેલી સ્પર્ધામાં તે મહિલાઓની 200 મીટર બટરફ્લાયની ફાઇનલમાં આઠમા ક્રમે રહી હતી. 17 વર્ષીય ભારતીય સ્વીમરે ​​બુધવારે ફાઇનલમાં 2:19.14 કલાક સાથે આઠ સ્પર્ધકોમાં છેલ્લા સ્થાને રહી હતી. અપેક્ષાએ અગાઉ 2:18.18 સેકન્ડમાં ક્વોલિફાય કરીને ફાઈનલમાં જગ્યા બનાવતા પોતાના શ્રેષ્ઠ ભારતીય સમયમાં સુધારો કર્યો હતો. વિશ્વ સ્પર્ધાની ફાઇનલમાં પહોંચનારી તે પ્રથમ ભારતીય મહિલા બની છે.

તેનો અગાઉનો સર્વશ્રેષ્ઠ સમય 2:18.39 સેકન્ડ હતો, જે તેણે જૂનમાં સેટ કર્યો હતો, પરંતુ તે હજુ પણ સ્વિમિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા તરફથી માન્યતાની રાહ જોઈ રહી છે. સ્વિમિંગનો સમય રાષ્ટ્રીય રેકોર્ડ તરીકે ગણવામાં આવે છે જો તે રાષ્ટ્રીય સ્વીમીંગ ચેમ્પિયનશિપમાં હાંસલ કરવામાં આવે. અન્ય સ્પર્ધાઓમાં લેવાયેલા સમયને ‘શ્રેષ્ઠ ભારતીય સમય’ કહેવામાં આવે છે. દરમિયાન, પુરુષોની 200 મીટર ફ્રી સ્ટાઇલ ઇવેન્ટમાં, ભારતના વેદાંત માધવનને ખોટી શરૂઆત માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યો હતો જ્યારે સંભવ રામા રાવ ફાઇનલમાં ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહ્યો હતો. તેણે એક મિનિટ 55.71 સેકન્ડનો સમય કાઢીને 27મું સ્થાન મેળવ્યું હતું.

Most Popular

To Top