Dakshin Gujarat

તાપી જિલ્લામાં આજે વિશ્વ આદિવાસી દિવસ ઉજવાશે

વ્યારા: તાપી જિલ્લામાં (Tapi Jilla )સોમવારે વાલોડના બુહારી ખાતે મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને સવારે ૧૦ કલાકે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની (World Tribal Day)ની ભવ્ય ઉજવણી (grand celebration) થશે. વ્યારાના શ્યામા પ્રસાદ હોલ(Shyama Prasad Hall) ખાતે કૃષિ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી મુકેશ પટેલ અને રૂમકીતળાવ ગામે સામાજિક ન્યાય અધિકારિતા મંત્રી પ્રદીપ પરમારના અધ્યક્ષ સ્થાને ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી કરવામાં આવશે.

આદિવાસી શૈલીને દર્શાવતા કાર્યકમો ઉજવાશે

સરકારના આદિજાતિ વિકાસ વવારા આજે 9મી ઓગસ્ટે સમગ્ર રાજ્યમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આદિજાતિ વિસ્તારો અન્ય શહેરોની સરખામણીમાં વિકાસના ક્ષેત્રે આગળ વધે એ માટે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ભવ્ય ઉજવણીની સાથે સાથે આ કાર્યક્રમમાં આદિવાસી શૈલીને દર્શાવતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ સહાયપત્રો, સન્માનપત્રો એનાયત કરવામાં આવશે. અનેકવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે.

વલસાડ જિલ્લામાં આદિવાસીઓની 52.93 ટકા વસ્તી

વલસાડ : આજે વિશ્વ આદિવાસી દિવસ ઉજવાશે, ત્યારે 52.93 ટકા આદિવાસી વસ્તી ધરાવતા વલસાડ જિલ્લામાં પણ આદિવાસીઓના સર્વાગી વિકાસ માટે સરકારે અનેકવિધ યોજનાઓ પાછળ 6 વર્ષમાં રૂ.460 કરોડનો ખર્ચ કર્યો છે. જેનાથી તેમના જીવન ધોરણમાં સુધારો થયો છે. મહત્તમ સમસ્યાઓ હવે નિવારી દેવાઈ છે. આજે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા શિક્ષણક્ષેત્રે 1,54,278 વિદ્યાર્થીઓને રૂ. 17 કરોડ 99 લાખ 5 હજારની શિષ્યવૃત્તિની સહાય તેમના ખાતામાં જમા કરાશે. આ સિવાય તબીબ સહાય અને કુંવરબાઈ મામેરૂ મળી કુલ 1,55,378 લાભાર્થીઓના ખાતામાં રૂ. 18 કરોડ 50 લાખ 50 હજાર જમા કરાશે.વલસાડ જિલ્લાની કુલ વસ્તી 17.05 લાખ પૈકી 9.02 લાખ અનુસૂચિત જનજાતિ (આદિવાસી)ઓની છે. ટકાવારીની દ્રષ્ટીએ જોઈએ તો, જિલ્લામાં 52.93 ટકા આદિવાસીઓની વસ્તી છે. જેમાં ધરમપુર અને કપરાડા સંપૂર્ણ આદિવાસી તાલુકો કહેવાય છે. જ્યારે ઉમરગામ, પારડી, વાપી અને વલસાડમાં પણ આદિવાસીઓની વસ્તી નોંધપાત્ર છે. સરકારે વિકાસના કામો માટે વર્ષ 2021-22માં રૂ. 43 કરોડ 85 લાખ 84 હજાર ફાળવ્યા હતા. જેના થકી વિકાસના 844 કામો કરાયા હતા. જ્યારે ન્યુ ગુજરાત પેટર્નમાં રાજ્ય દ્વારા 10 ટકા ફાળવાતા 2021-22માં જિલ્લા માટે 45 કામો માટે રૂ. 5 કરોડ 28 લાખ 42 હજાર ફાળવવામાં આવ્યા હતા.જિલ્લામાં વર્ષ 2021-22માં 23 કામો માટે રૂ. 11 કરોડ 42 લાખ 27 હજાર ફાળવ્યા હતા. સરકાર દ્વારા ફાળવાતી ગ્રાંટનો 100 ટકા ઉપયોગ આદિજાતિ વિભાગની પ્રાયોજના વહીવટદારની કચેરી દ્વારા જિલ્લાના આદિવાસીઓના ઉત્કર્ષ માટે કરવામાં આવે છે.

  • 9353 હેક્ટર વન જમીન ફાળવવામાં આવી

વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 34167 અરજી પ્રાયોજના વહીવટદારની કચેરીને મળી હતી. જેમાંથી 29433 દાવાઓ મંજૂર કરી 9353 હેક્ટર વન જમીન ફાળવવામાં આવી છે. 3 અદ્યતન એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ શાળા મળી કુલ 6 શાળા કાર્યરત છે.અહીં ગુણવત્તા સભર શિક્ષણ મળી રહે તેવા હેતુથી જિલ્લાના ધરમપુર, કપરાડા અને પારડીમાં કુલ 3 અદ્યતન એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ શાળા અને ધરમપુર, કરચોંડ અને કપરાડામાં 3 સ્થળે કન્યા સાક્ષરતા નિવાસી શાળા મળી કુલ 6 શાળા કાર્યરત છે. જેમાં ધો.6 થી 12 (વિજ્ઞાન પ્રવાહ-સામાન્ય પ્રવાહ) સુધીના અંદાજે 2000થી વધુ વિદ્યાર્થીઓ દર વર્ષે શિક્ષણ મેળવી રહ્યા છે.

Most Popular

To Top