વ્યારા: વ્યારા (Vyra) ચીખલી રોડ પર જલારામ સોસાયટીમાં રહેતી ગર્ભવતિ મહિલાને (Women) તેના પતિએ (Husband) દારૂ (Alcohol) પીને અવાર નવાર માનસિક ત્રાસ આપી મારઝુડ કરતો હતો, તેમડ સાસુ અને નણંદ ગર્ભ નહિ રાખવા તેમજ દહેજ બાબતે અવાર- નવાર મેણા- ટોણા મારી માનસિક ત્રાસ આપતા હતા. જેથી પરિણીતાએ આ ત્રણેય વિરૂધ્ધ પોલિસ ફરિયાદ (Police Complaint) નોંધાવી છે.
વ્યારાની તુલસીપાર્ક સોસાયટીમાં રહેતી કંચનબેન વળવીએ ગઇ તા. ૨૨/૦૪/૨૦૨૧ના રોજ ચીખલી રોડ પર જલારામ સોસાયટીમાં રહેતા પ્રદિપ ભાલદેવ વળવી સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. પ્રદિ૫ સેન્ટ્રલ જેલ લાજપોર ખાતે સિનિયર ક્લાર્ક તરીકે નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે. પતિ દારૂ પી તે ઘરે આવતો અને ઝઘડો કરતો હતો. ઘરમાં મુકેલી કોઈ પણ વસ્તુ ઉંચકીને મારી દેતો હતો, એક દિવસે ગરમ ઇસ્ત્રીથી તેણીના હાથ ઉપર દઝાવી દિધી હતી. સાસુએ તારા ઘરેથી કંઈ આપ્યું નથી અને સોસાયટીમાં બીજી છોકરીઓ પોતાના ઘરેથી ટી.વી., ફ્રીઝ, સૌફા વિગેર વસ્તુ લાવેલી છે. તેમ કહી તેને મેણા ટોણા મારતી હતી. વિશ્વા હોસ્પિટલ વ્યારા ખાતે મારામારી કરી જબરજસ્તી ગર્ભ પાડી નાંખવાની દવા પણ તેના પતિએ પીવડાવી હોવાનું તેણીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે. ગઇ તા.૦૫/૦૯/૨૦૨૧ના રોજ આ મહિલાને અઢી મહિનાનો ગર્ભ હતો, ત્યારે તેના પતિએ તેનો ગર્ભ પડાવી નાંખવા માટે દવા પીવા માટે આપતા પણ આ મહિલાએ તે દવા પીવાની ના પાડતાં સાસુ તથા નણંદે તેના વાળ પકડીને માર માર્યો હતો. પતિએ આપેલી દવા પીતા તેનો ગર્ભ પડી ગયો હતો.
ગર્ભવતી પરિણીતા પિયર રહેવા આવી અત્યાચારી સાસરિયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી
ત્યાર બાદ પરિણિતા પોતાની માતાના ઘરે તુલસીપાર્ક સોસાયટીમાં રહેવા જતી ૨હી હતી. પતિના કહેવાથી ફરી સાસરીમાં ગઈ ત્યારે નણંદ અને સાસુએ, તું ગરીબ ઘરની છોકરી છે, નોકરી કરતી છોકરી લાવતે તો અમારી સમાજમાં સારી ઈજ્જત હોત તેવા મેણા ટોણા મારતા ફેબ્રુઆરી મહિના સુધી તે પતિ સાથે રહી હતી. ગઇ તા.૨૭/૦૨/૨૦૨૨ના રોજ ઉચ્છલના નવાગામ ખાતે સાસરીના કુટુંબમાં લગ્નમાં પતિ સાથે લગ્નમાં ગઇ ત્યારે દારૂ પીવાની ના પાડતા એક મહિનાનો ગર્ભ હોવાની તેના પતિને ખબર હોવા છતા તેના પતિએ પહેરેલા બુટથી તેને પેટમાં લાત મારી હતી અને કોઇને કહેશે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. લાત મારેલ હોય મહિલાના પેટમાં દુખાવો થતાં ઉચ્છલ સરકારી દવાખાનામાં સારવાર કરાવી હતી. ત્યાર પછી તે સાસરીમાં મમ્મી સાથે રહે છે. પરિણીતાએ પતિ પ્રદિપ અને સાસુ-નણંદ મીતલ ભાલ દેવ વળવી, સુમિત્રા ભાલદેવ વળવી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.