National

માલેગાંવ બ્લાસ્ટ કેસમાં એક સાક્ષીનો ચોંકાવનારો ખુલાસો, “યોગીને ફસાવવાનું દબાણ હતું”

માલેગાંવ બ્લાસ્ટ કેસમાં એક સાક્ષીએ ગંભીર આરોપ લગાવ્યા છે. સરકારી સાક્ષી મિલિંદ જોશીએ જણાવ્યું કે તેમના પર યોગી આદિત્યનાથ અને આરએસએસના વડા મોહન ભાગવતને કેસમાં ફસાવવા માટે દબાણ કરાયું હતું.

મળતી માહિતી મુજબ તેમને ઘણા દિવસો સુધી કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા અને ત્રાસ આપવામાં આવ્યો હતો જેથી તેઓ આ નેતાઓના નામ લઈ શકે.

મુંબઇની ખાસ કોર્ટે ગુરુવારે માલેગાંવ બ્લાસ્ટ કેસમાં ચુકાદો આપ્યો હતો જેમાં પ્રજ્ઞા ઠાકુર, લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત સહિત તમામ સાત આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા. કોર્ટે કહ્યું કે તપાસ એજન્સીઓ પૂરતા પુરાવા રજૂ કરી શકી નહતી અને આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો.આ કેસમાં કુલ 39 સાક્ષીઓ હતા.

તેમામાંથી એકે જણાવ્યું કે તત્કાલીન સરકારે હિન્દુત્વની રાજનીતિનો અંત લાવવા માટે યોગી આદિત્યનાથ અને આરએસએસના નેતાઓને ફસાવવાનો પ્રયત્ન કર્યો હતો.

તપાસ અધિકારી મહેબૂબ મુજાવરે પણ જણાવ્યું હતું કે તત્કાલીન સરકાર ‘ભગવા આતંકવાદ’ની કહાની ઉભી કરવા ઇચ્છતી હતી. તેમણે મિલિંદ જોશી પર દબાણ રાખ્યું હતું કે તેઓ અસીમાનંદ અને યોગી આદિત્યનાથના નામ ઉઠાવે.

યોગી આદિત્યનાથ તે સમયમાં હિન્દુત્વના અગ્રીમ ચહેરા તરીકે ઓળખાતા હતા. આરોપ લગાવવામાં આવ્યો છે કે રાજકીય સ્વાર્થ માટે તેમનું નામ કેસમાં ઘસી લાવવાનો પ્રયાસ થયો હતો.

આ કેસમાં આરોપી તરીકે સાધ્વી પ્રજ્ઞા ઠાકુર, કર્નલ પુરોઠિત, મેજર ઉપાધ્યાય અને અન્ય પાંસ લોકો હતા. કોર્ટે તમામને નિર્દોષ ઠેરવતાં જણાવ્યું હતું કે ફક્ત શંકા પર કોઈને દોષિત ઠેરવી શકાય નહીં.

આ કેસમાં કોર્ટના નિર્ણય પછી ફરી એકવાર તપાસ એજન્સીઓના કાર્યપ્રણાલી પર પ્રશ્નો ઊઠી રહ્યા છે.

Most Popular

To Top