સુરત ના કતારગામ વિસ્માંતારમાં પાંચ વર્ષની બાળકીનું કરૂણ અવસાન થતા વાલીઓમાં ચિંતા નો માહોલ જોવા મળી રહ્યો છે,,તાવ–ખાંસી બાદ તબિયત બગડતાં તેને નવી સિવિલ હોસ્માંપિટલમાં દાખલ કરાઈ હતી,રોગચાળો વધતા એક હૃદયદ્રાવક ઘટના સામે આવી રહી છે. માત્ર પાંચ વર્ષની માસૂમ બાળકીના અચાનક અવસાનથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. હસતી-રમતી બાળકીના નિધનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
બાળકી વિષે માહિતી આપતા તેના પિતા એ જણાવ્યું હતું કે બાળકી છેલ્લા કેટલાક દિવસોથી શરદી, ખાંસી અને તાવ જેવી તકલીફોથી પીડાઈ રહી હતી. શરૂઆતમાં તેને સામાન્ય મોસમી તબિયત બગડવાની સમસ્યા માનતા ઘરેલુ સારવાર સાથે ડોક્ટરની સલાહ લીધી હતી. જોકે દિવસો પસાર થતાં તબિયતમાં ખાસ સુધારો ન જોવા મળતા ચિંતા વધવા લાગી હતી.જે બાદ તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર શરૂ કરાવી હતી અને તબીબોની સલાહ મુજબ દવાઓ અપાઈ રહી હતી. તેમ છતાં ગતરોજ અચાનક બાળકીની સ્થિતિ ગંભીર બની ગઈ. તબિયત વધુ બગડતાં પરિવારજનોએ વિલંબ કર્યા વગર તેને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી, હોસ્પિટલમાં તબીબોએ તાત્કાલિક તપાસ હાથ ધરી, પરંતુ દુર્ભાગ્યવશ બાળકીનું અવસાન થયાનું જાહેર કરાયું , આ સમાચાર મળતાં જ પરિવારજનોમાં રડારડ મચી ગઈ અને આસપાસના લોકો પણ ઘટનાથી સ્તબ્ધ બની ગયા.
આ બનાવ બાદ વિસ્તારમાં આરોગ્ય પ્રત્યે ચિંતા વ્યક્ત થઈ રહી છે. તબીબી નિષ્ણાતોનું કહેવું છે કે બાળકોમાં તાવ અને શ્વાસ સંબંધિત લક્ષણો દેખાય તો તેને હળવાશથી ન લેતા સમયસર યોગ્ય સારવાર લેવી જરૂરી છે.માસૂમ બાળકીના અસમયે અવસાનથી કતારગામ વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે અને સૌ કોઈ શોકાકુલ પરિવારને સાંત્વના પાઠવી રહ્યા છે.